તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રેમડેસિવિર કાળાબજારમાં 7 આરોપીના 3 દિવસના રિમાન્ડ

મહેસાણા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • નીધિ મેડિકલના સંચાલક સહિતની વધુ પૂછપરછ કરાશે

મહેસાણા પેરોલ ર્ફ્લો પોલીસે શનિવારે રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજાર મામલે ઝડપેલા 7 આરોપીઓને કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.મહેસાણા પોલીસે રૂ. 3400ના રેમડેસિવિર ઇન્જેકશન રૂ.27 હજારમાં વેચવાના કૌભાંડમાં સંડોવાયેલા 7 શખ્સો નીધિ મેડિકલ સંચાલક ગુંજન પ્રવિણભાઇ પટેલ, નિતેશ બળદેવભાઇ હઢીયોલ, સતિષ જયંતિભાઇ ગુરૂપ્રિય, કોમલ ગણપતભાઇ સુતરિયા, રાહુલ બાબુપુરી ગોસ્વામી, ગોવિંદ શીવાજી ઠાકોર અને હિતેશ સુરેન્દ્રભાઇ પરાસરને પોલીસે પકડી તેમની વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી.

દરમિયાન, આ આરોપીઓને સોમવારે મહેસાણા કોર્ટમાં રજૂ કરી 5 દિવસના પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો