તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ઓએનજીસીના તેલકૂવા પરથી 15 હજારની ફ્લડ લાઇટની ચોરી કરી રહેલા 3 ઝડપાયા

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • થાંભલા ઊપર એલઇડીના કનેક્શન કાપીને નુકસાન કર્યું
 • સાંથલ પોલીસ મથકમાં ત્રણ સખ્સો સામે ફરિયાદ નોંધાઇ

જોટાણા તાલુકાના બાલસાસણ વિસ્તારમાં ઓએનજીસીના તેલકૂવા પર લાગેલી એલઇડી લાઇટોનું કનેકશન કાપી 3 ચોર રૂ.15 હજારની ફ્લડ લાઇટની ચોરી કરી ભાગે તે પહેલાં જ ઝડપાઇ ગયા હતા. જે અંગે સાંથલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.અને આ મામલે આગળની તપાસ શરૂ કરી છે.

પાલાવાસણા ઓએનજીસીના સુરક્ષાકર્મી ઇશ્વરભાઇ જોઇતારામ પ્રજાપતિ બુધવારે રાત્રે પેટ્રોલિંગમાં હતા, ત્યારે હરસિદ્ધ વાડી પહોંચ્યા ત્યારે બાતમી મળી હતી કે, બાલસાસણ વિસ્તારમાં તેલકૂવા ઉપર લગાવેલી એલઇડી ફ્લડ લાઇટ કોઇ અજાણ્યા શખ્સો ચોરી રહ્યા છે. જેને આધારે સુરક્ષાકર્મીએ સાંથલ પોલીસને સાથે રાખી તપાસ કરતાં રાત્રે એક વાગે તેલકૂવા નોર્થ કડી 31 ખાતે લગાવેલા એલઇડી ફ્લડ લાઇટના થાંભલા પર એક વ્યક્તિને ચઢેલો અને નીચે બે શખ્સોને ઉભેલા જોઇ તેમને પકડી લીધા હતા. તેમની પાસેથી રૂ. 15 હજારની એલઇડીની 3 ફ્લડ લાઇટ કબજે કરી હતી. આ અંગે સાંથલ પોલીસે સુનિલજી શકરાજી ઠાકોર, મહેશજી કાંતીજી ઠાકોર અને મહેશજી ગાંડાજી ઠાકોર સામે ગુનો નોંધાવ્યો હતો.પોલીસે આ મામલે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો