ક્રાઇમ:વિસનગરના કેસર કોમ્પલેક્ષમાં ત્રીજા માળે દુકાનમાં બેસી ક્રિકેટસટ્ટો રમતાં 3 ઝડપાયા

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક પોલીસ ઊંઘતી રહીને મહેસાણા એલસીબી બાતમી આધારે ત્રાટકી

મહેસાણા એલસીબીએ વિસનગરની મહેસાણા ચોકડી સ્થિત કેસર કોમ્પલેક્ષના ત્રીજા માળે દુકાનમાં બેસી આઇપીએલની 20-20 મેચ પર ક્રિકેટસટ્ટો રમતાં ત્રણ શખ્સોને રૂ. 40,800ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. એસપી ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલે આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર રમાતા ક્રિકેટસટ્ટા વિરુદ્ધ કાર્યવાહી કરવા આપેલા સૂચના મુજબ મહેસાણા એલસીબી પીએસઆઇ વાય.કે. ઝાલા સહિત સ્ટાફ તેમજ સાયબર સેલ ટીમે પો.કો. હિંમતભાઇને બાતમી મળી હતી કે વિસનગરના કડા દરવાજા ખજુરી મહોલ્લામાં રહેતો પટેલ વિપુલ કાન્તીલાલ વિસનગરની મહેસાણા ચોકડી સ્થિત કેસર કોમ્પલેક્ષના ત્રીજા માળે દુકાન નં.10,11માં બેસી આઇપીએલની રોયલ ચેલેન્જ બેંગ્લુરુ વીથ મુંબઇ ઇન્ડિયનની મેચનું જીવંત પ્રસારણ ટીવીમાં જોઇ લાઇનના મોબાઇલ દ્વારા ક્રિકેટ સટ્ટાના ભાવ લઇ પોતાના ગ્રાહકોને આપી ક્રિકેટ સટ્ટો રમી રમાડે છે.

જેને આધારે પોલીસે રેડ કરી ક્રિકેટ સટ્ટો રમાડતા પટેલ વિપુલ કાન્તીલાલ (રહે. વિસનગર), પટેલ રાજેન્દ્ર લીલાચંદ જોઇતારામ (રહે. વિસનગર, અક્ષરધામ ટાઉનશીપ અને પટેલ ધવલ ચંન્દ્રકાન્ત ડાહ્યાલાલ (રહે. વિસનગર, કડા દરવાજા શ્રાવણશેરી)ને રોકડ રૂ.9500, રૂ.15 હજારના 8 મોબાઇલ ફોન, રૂ.15,800ના ટીવી, સેટઅપ બોક્ષ, વાઇફાઇ રાઉટર અને ચાર્જર મળી કુલ રૂ.40,800ના મુદામાલ સાથે પકડી લીધા હતા. આ ત્રણેય વિરુદ્ધ વિસનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...