તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મહેસાણાના રાધનપુર રોડ પર તિરૂપતિ બંગ્લોઝમાં ક્રિકેટસટ્ટો રમતાં 3 ઝડપાયા

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મ કતસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મ કતસ્વીર
 • મહેસાણા એલસીબીએ બાતમી આધારે રેડ કરી
 • લેપટોપ સહિત રૂ.42 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

મહેસાણા એલસીબી પોલીસે રાધનપુર રોડ પર આવેલા તિરૂપતિ બંગ્લોઝના એક મકાનમાં બહારથી માણસો બોલાવી ક્રિકેટસટ્ટો રમાડાતો હોવાની બાતમી આધારે શુક્રવાર રાત્રે રેડ કરી હતી. જેમાં ભારત- ઇંગ્લેડ વચ્ચે રમાતી ક્રિકેટમેચ પર સટ્ટો રમતાં 3 શખ્સોને રૂ.42 હજારના મુદ્દામાલ સાથે ઝડપી તેમની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમં ગુનો નોંધાયો છે. એલસીબીએ શુક્રવારે રાત્રે 10.30 કલાકે રાધનપુર રોડ પરની તિરૂપતિ બંગ્લોઝના મકાન નંબર બી-15માં કેટલાક શખ્સો પૂણે (મહારાષ્ટ્ર)માં ભારત-ઇંગ્લેડ વચ્ચે રમાતી ક્રિકેટ મેચનો સટ્ટો રમી રહ્યા હોવાની બાતમીના આધારે રેડ કરી હતી.

જેમાં પોલીસે રિતેશ વિષ્ણુભાઇ બારોટ (રહે.બી-15, તિરૂપતિ બંગ્લોઝ, મહેસાણા), નિખિલ બળદેવભાઇ કડિયા (રહે. રામીની ખડકી, મહેસાણા) અને અજીત મહેન્દ્રપ્રસાદ બારોટ (રહે.કોઠારીŽવાસ, આઝાદચોક, મહેસાણા)ને ક્રિકેટસટ્ટો રમી રમાડતા ઝડપી લીધા હતા. પોલીસે ઝડપાયેલા ત્રણેય શખ્સો પાસેથી રૂ.890 રોકડ, રૂ.31,500ના 7 મોબાઇલ, રૂ.10 હજારનું ચાર્જર સાથેનું લેપટોપ મળી કુલ રૂ.42,390નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ ઝડપાયેલી ત્રણેય વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો