ભેદ ઉકેલાયો:મહેસાણામાં ઘરફોડ ચોરીને અંજામ આપનારા 3 ઈસમો ઝડપાયા, 11 ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો

મહેસાણા6 મહિનો પહેલા
  • દિવસે કામ કરી રેકી કરતા અને રાત્રે ચોરીને અંજામ આપતા

મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ઘરફોડ ચોરીના બનાવો દિવસેને દિવસે પ્રકાશમાં આવી રહ્યા હતા જ્યાં પોલીસે તસ્કરોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા. જ્યાં પોલીસે ચોરી કરનાર દાહોદ ગેગના 3 ઇસમોને ઝડપી લીધા હતા.

મહેસાણા જિલ્લામાં સાત મહિનામાં અલગ અલગ સ્થળે કુલ 11 જેટલા ચોરી અને ચોરીના પ્રયાસના ગુન્હા પોલીસ મથકમાં નોંધાયા હતા તસ્કરોને ઝડપાયા માટે મહેસાણા પોલીસે કુલ 4 ટીમો બનાવી હતી જ્યાં આજે પોલીસે બાતમી આધારે ચોરી કરનાર ગેંગના 3 ઇસમોને મહેસાણાના લાખવડ પાસેથી ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

દિવસે રોડ અને બિલ્ડીંગના કામ કરતા અને રાત્રે ટોળકી બનાવી ચોરી કરતામહેસાણા ખાતે ચોરી કરનાર ગેગના સાગરિતોમાંથી પપ્પુ ચૌહાણ નામનો આરોપી મહેસાણા જિલ્લામાં રોડ અને બિલ્ડીંગ કન્ટ્રક્શનમાં દિવસે કામ કરતો હતો અને જે વિસ્તારમાં કામ કરતો એ વિસ્તારમાં દિવસ દરમિયાન મકાનો નિરીક્ષણ કરતો જ્યાં યોગ્ય લાગતા પોતાના ગામના મિત્રોને બોલાવીને રાત્રી દરમિયાન રોટલી બનાવીને પપ્પુ ચૌહાણ અને તેના સાગરિતો ચોરીને અંજામ આપતા હતા.

થોડા દિવસ પહેલા મહેસાણામાં એક મકાન પર પથ્થરો માર્યા હતા મહેસાણા શહેરમાં 15 દિવસ અગાઉ શંખેશ્વર પાશ્વનાથ સોસાયટીમાં બંધ મકાનમાં રાતના સમયે ટોળકી બનીને આ ગેંગે ભારે ધમાલ ચકડી મચાવી હતી. જ્યારે ચોરી કરવા બંગલામાં ઘૂસી એક વૃદ્ધાનું ગળું દબાવ્યું હતું. જોકે મકાનમાં લોકો ઉઠી જતા ચોરી કરવા આવેલ શખ્સોએ મકાન ઉપર પથ્થરમારો કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

જિલ્લામાં કુલ 11 ચોરીઓના ભેદ પોલીસે ઉકેલાયોમહેસાણા જિલ્લામાં છેલ્લા સાતેક મહિના દરમિયાન દાહોદ ગેંગના કેટલાક ઈસમોએ ભેગા મળીને મહેસાણા જિલ્લાના અલગ અલગ તાલુકાઓ અને ગામડાઓમાં કુલ 11 જેટલા સ્થળોએ ચોરી અને ચોરી કરવાના પ્રયાસ કર્યા હતા જે મામલે જેથી પોલીસ સ્ટેશનમાં તસ્કરો સામે ગુનો પણ દાખલ થયા હતા. હાલમાં મહેસાણા એલસીબીએ કુલ 11 જેટલા ગુનાઓ ભેદ ઉકેલી પાડ્યો છે.

પોલીસે સોના ચાંદીના દાગીના કબ્જે કર્યામહેસાણા જિલ્લામાં ચોરીઓને અંજામ આપનાર દાહોદ ગેગના 3 ઈસમો લાખવડ પાસે ઉભા હતા એ દરમિયાન પોલીસે બાતમી આધારે ઝડપી લીધા હતા જ્યાં સોના ચાંદીના દાગીના મળી કુલ 3 લાખ 78 હજાર 436નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

હજુ પણ ચાર આરોપી પકડવાના બાકીજિલ્લામાં ચોરીને અંજામ આપનાર દાહોદ ગેગના આરોપીમાં પપૂ ચૌહાણ, વિક્રમ ભભોર,વિનુભાઈ ભભોર ને ઝડપયા હતા ત્યારે હજુ સુનિલભાઈ બારીયા, મુન્નો બારીયા, હિતેશ ભભોર અને રાકેશ ભભોર ને ઝડપવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...