તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મહેસાણામાં 1.12 લાખની મત્તા સાથે સટ્ટો રમતાં 3 બુકી ઝડપાયા; LCBએ 13,160 રોકડ, 15 મોબાઇલ અને લેપટોપ કબજે કર્યું

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિસનગર રોડ પર સામીયા બંગ્લોઝમાંથી ક્રિકેટસટ્ટાધામ પકડાયું

મહેસાણામાં 20-20 લીગ મેચ પર ક્રિકેટસટ્ટો રમતા 3 બુકીઓને પોલીસે રૂ.1.12 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. મહેસાણાના વિસનગર રોડ પર આવેલી મદીના મસ્જિદની બાજુમાં 10 સામીયા બંગ્લોઝમાં રહેતો ઇકબાલ દરિયાખાન સોલંકી બહારથી માણસો બોલાવી ઓસ્ટ્રેલિયા ખાતે ચાલતી બીગ બોસ 20-20 લીગ મેચ સિરીઝની પર્થ સ્કોચર્સ અને બ્રેજબેન હેટ ટીમો વચ્ચેની ક્રિકેટ મેચનું જીવંત પ્રસારણ જોઇ સટ્ટાબેટિંગના સોદા લેતો હોવાની બાતમી એલસીબીના એએસઆઇ રાજેન્દ્રસિંહ અને હે.કો. હર્ષદસિંહને મળતાં પીએસઆઇ એ.કે. વાઘેલાએ અહીં રેડ કરી હતી. જેમાં ઘટના સ્થળેથી રોકડ રૂ. 13,160, 15 મોબાઇલ અને લેપટોપ મળી કુલ રૂ.1,12,960ના મુદ્દામાલ સાથે 3 બુકીને ઝડપી લીધા હતા. જેમની સામે એ ડિવિજન પોલીસમાં ગુનો નોંધાયો હતો.

રેડમાં ઝડપાયેલા બુકીઓ
1.ઇકબાલ દરિયાખાન સોલંકી (રહે. સામીયા બંગ્લોઝ, મદીના મસ્જિદની બાજુમાં, મહેસાણા)
2. પંકજ દ્વારકાભાઇ પટેલ (રહે. રણુંજાનગર સોસાયટી, એફસીઆઇ ગોડાઉનની સામે, મોઢેરા રોડ, મહેસાણા)
3.કિરીટ નટવરલાલ ખત્રી (રહે. સંગમ રેસીડેન્સી, નારોલ, અસલાલી હાઇવે, અમદાવાદ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો