તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૌભાંડ:ઘીમાં ભેળસેળ મામલે ડેરીના વાઈસ ચેરમેન, પૂર્વ MD સહિત 3ની ધરપકડ

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોના રિપોર્ટ નેગેટિવ, આજે કોર્ટમાં રજૂ કરાશે
  • દિવસભર બંને હોદ્દેદારોની પુછપરછ ચાલી

ઘીમાં ભેળસેળ મામલે દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી,તત્કાલિન એમડી અને લેબોરેટરી હેડનો ગુરૂવારે કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી વિસનગર પોલીસ સ્ટેશનમાં દિવસભર પુછપરછ કરી હતી અને રીમાન્ડ માટે આજે ચીફ કોર્ટમાં રજૂ કરશે. રાજસ્થાન પોલીસે પકડેલ ભેળસેળયુક્ત ઘીનો રેલો મહેસાણા દૂધસાગર ડેરી સુધી લંબાતા ડેરીના હોદ્દેદારો અને અધિકારીઓને પોલીસે સાણસામાં લીધા છે.

કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા તમામની ધરપકડ
ભેળસેળ ઘી મામલે શહેર બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં સ્પેશિયલ મિલ્ક ઓડિટરે 15 દિવસ અગાઉ ફરિયાદ દાખલ કરવા આપી હતી.મહેસાણા એસપીની ટીમે પકડતાંની સાથે જ ડેરીનો ઘી મામલો ગાજ્યો હતો અને પોલીસે અગાઉ તાબડતોબ ફરિયાદ લઇને ડેરીના વાઇસ ચેરમેન મોંઘજીભાઇ દેસાઇ,પૂર્વ એમડી નિશીથ બક્ષી અને લેબોરેટરી હેડ અલ્પેશ જૈનની અટકાયત કરી હતી. ગુરૂવારે ત્રણેયના કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા ડીવાયએસપી એમ.બી.વ્યાસે તમામની ધરપકડ કરી હતી. શુક્રવારે મહેસાણા ચીફ કોર્ટમા રજૂ કરીને રિમાન્ડ મેળવશે.

અન્ય સમાચારો પણ છે...