દારૂની હેરાફેરી:ઊંઝામાં કાર અને જ્યુપીટરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં 3 શખ્સો ઝડપાયા

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊંઝા શહેરમાં વિદેશી દારૂ કારમાં રાખીને જ્યુપીટરમાં દારૂની હેરાફેરી કરતાં બે શખ્સો અને વિદેશી દારૂ પૂરો પાડનાર સહિત 3 શખ્સોને એલસીબીએ ઝડપી લીધા હતા.

એલસીબીએ ઊંઝા હાઈવે પર ઓવરબ્રિજ નજીક શુકન આર્કેડમાં દુકાન નંબર-17માં બેસતા હાર્દિક ઉર્ફે ભાણો અરવિંદભાઈ પટેલ(રહે. સૌમ્યવિલા સોસા, ઊંઝા)ને કાર (જીજે-01 કેએસ-1996)માં વિદેશી દારૂ સાથે તેમજ જ્યુપીટરમાં દારૂની હેરાફેરી કરનાર ગોવિંદ ઉર્ફે ગોવો નટુભાઈ પટેલ(રહે. ઠાકરાસણ, તા.ઊંઝા)ને વિદેશી દારૂ, બિયરની 43 બોટલ સાથે ઝડપી લીધા હતા. બંને શખ્સો પાસેથી રૂ.10305નો દારૂ, રોકડ રૂ.18,300, મોબાઈલ, કાર, જ્યુપીટર મળી કુલ રૂ.3,07,605નો મુદ્દામાલ કબજે લીધો હતો. હાર્દિક ઉર્ફે ભાણો પટેલને ઊંઝાનો પ્રકાશ ઉર્ફે મુન્નો ઠાકોરે દારૂ આપેલો હોવાની બંને શખ્સોએ કબૂલાત કરતાં પોલીસે પ્રકાશ ઉર્ફે મુન્ના ઠાકોરની પણ ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...