મધ્યમ વરસાદની શક્યતા:દાંતામાં સાડા 3, ઇડર-સરસ્વતીમાં 3 અને સતલાસણામાં અઢી ઇંચ વરસાદ

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
કડી-નંદાસણ રોડ સ્થિત ઉંટવા ચોકડી પાસે હાઈવે પર વરસાદી પાણી ભરાઇ રહેતાં વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે. રોડમા બંનેબાજુ ગરનાળુ હોવા છતાં પાણી ભરાવાની સમસ્યાને લઇ સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે. - Divya Bhaskar
કડી-નંદાસણ રોડ સ્થિત ઉંટવા ચોકડી પાસે હાઈવે પર વરસાદી પાણી ભરાઇ રહેતાં વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે. રોડમા બંનેબાજુ ગરનાળુ હોવા છતાં પાણી ભરાવાની સમસ્યાને લઇ સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે.
  • આજે ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
  • ઉત્તર ગુજરાતના 42 તાલુકામાં વરસાદ, 17 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસ્યો

ઉત્તર ગુજરાતમાં મંગળવાર સાંજે 6 થી બુધવાર સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં 42 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મહેસાણા અને પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ રહ્યો હતો. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ દાંતામાં સાડા 3, ઇડરમાં સવા 3 અને સરસ્વતીમાં 3 ઇંચ અને સતલાસણામાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. મહેસાણા શહેરમાં છુટાછવાયા ઝાપટાં ચાલુ રહ્યા હતા.

ઉત્તર ગુજરાતના 17 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં સતલાસણામાં અઢી ઇંચ, ભિલોડા અને પાટણમાં સવા 2 ઇંચ, સિદ્ધપુરમાં 2 ઇંચ, વડગામ અને પાલનપુરમાં દોઢ ઇંચ, કાંકરેજ, ધાનેરા, વડાલી અને ચાણસ્મામાં સવા 1 ઇંચ તેમજ ખેડબ્રહ્મા, પોશીના, રાધનપુર અને હારિજમાં 1-1 ઇંચ વરસાદ વરસ્યો હતો.

છેલ્લા 24 કલાક દરમિયાન મોટાભાગે વરસાદી માહોલ વચ્ચે સૂર્યનારાયણે દર્શન દીધા હતા. જેને લઇ ગરમીમાં સાડા 3 ડિગ્રી સુધી વધારો થતાં મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 30.9 થી 31.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુરૂવારે ઉ.ગુ.ના 26 થી 50 ટકા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. પાંચેય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

કડી, ઊંઝા અને ખેરાલુમાં અડધો ઇંચ, મહેસાણામાં 7 મીમી
મહેસાણા :
સતલાસણામાં અઢી ઇંચ, ખેરાલુમાં 15 મીમી, કડી અને ઊંઝામાં 13-13 મીમી, વડનગરમાં 10 મીમી, મહેસાણામાં 7 મીમી, વિસનગરમાં 5 મીમી, બહુચરાજીમાં 4 મીમી, વિજાપુરમાં 3 મીમી, જોટાણામાં 2 મીમી​​​​​

પાટણ : સરસ્વતીમાં 3 ઇંચ, પાટણમાં સવા 2 ઇંચ, સિદ્ધપુરમાં 2 ઇંચ, ચાણસ્મામાં સવા 1 ઇંચ, રાધનપુર અને હારિજમાં 1-1 ઇંચ, સાંતલપુરમાં 17 મીમી, શંખેશ્વરમાં 10 મીમી, સમીમાં 4 મીમી

​​​​​​​બનાસકાંઠા : દાંતા સાડા 3 ઇંચ, વડગામ-પાલનપુર દોઢ ઇંચ, કાંકરેજ અને ધાનેરામાં સવા 1 ઇંચ, દિયોદર 16 મીમી, સુઇગામ 15 મીમી, ભાભર 11 મીમી, દાંતીવાડામાં 7 મીમી, ડીસામાં 5 મીમી, અમીરગઢમાં 2 મીમી

​​​​​​​સાબરકાંઠા : ઇડર સવા 3 ઇંચ, વડાલી સવા 1 ઇંચ, ખેડબ્રહ્મા-પોશીનામાં 1-1 ઇંચ, હિંમતનગરમાં 5 મીમી, પ્રાંતિજ-વિજયનગરમાં 4-4 મીમી

અરવલ્લી : ભિલોડામાં સવા 2 ઇંચ, મેઘરજમાં 5 મીમી, માલપુરમાં 3 મીમી, મોડાસામાં 2 મીમી, ધનસુરામાં 1 મીમી

અન્ય સમાચારો પણ છે...