મેઘમહેર:સોમવારે રાત્રે 6થી 8માં બહુચરાજીમાં સાડા 3 ઇંચ મહેસાણા અને સતલાસણામાં દોઢ-દોઢ ઇંચ પડ્યો

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઉત્તર ગુજરાત માં 38 તાલુકામાં વરસાદ; કડીમાં 20, ખેરાલુમાં 19, જોટાણામાં 16, ઊંઝામાં 15 મીમી નોંધાયો
  • આજે સા.કાં.-અરવલ્લીમાં ભારે તેમજ મહેસાણા, પાટણ અને બ.કાં.માં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

સોમવારે રાત્રે 6 થી 8ના 2 કલાકના ગાળામાં બહુચરાજીમાં સાડા 3 ઇંચ ધોધમાર વરસાદ પડતાં માર્ગો પાણી પાણી થઇ ગયા હતા. જ્યારે મહેસાણા અને સતલાસણામાં પણ દોઢ-દોઢ ઇંચ પડ્યો હતો. ઉત્તર ગુજરાતમાં તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. રવિવાર સાંજે 6 થી સોમવાર રાત્રે 8 વાગ્યા સુધીના 26 કલાકમાં વિસનગરને બાદ કરતાં મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ સાડા 3 ઇંચ વરસાદ બહુચરાજી પંથકમાં ખાબક્યો હતો.

દિવસભર કોરોધોકાર રહેલા બહુચરાજીમાં સાંજે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીના માત્ર 2 કલાકમાં સવા 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. બીજી બાજુ મહેસાણા અને સતલાસણામાં દોઢ-દોઢ ઇંચ, કડીમાં 20 મીમી, ખેરાલુમાં 19 મીમી, જોટાણામાં 16 મીમી, ઊંઝામાં 15 મીમી, વડનગરમાં 7 મીમી અને વિજાપુરમાં 3 મીમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ મુજબ, મંગળ વારે સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે, મહેસાણા, પાટણમાં હળવા વરસાદની શક્યતા છે.

રવિવાર સાંજે 6 થી સોમવાર સાંજે 6 વાગ્યા સુધીનો વરસાદ

  • મહેસાણા : સતલાસણામાં દોઢ ઇંચ, ખેરાલુમાં 17 મીમી, કડીમાં 14 મીમી, ઊંઝામાં 15 મીમી, બહુચરાજીમાં 10 મીમી, વડનગરમાં 5 મીમી, વિજાપુરમાં 3 મીમી, જોટાણામાં 2 મીમી
  • પાટણ : હારિજમાં 13 મીમી, ચાણસ્મા-સમીમાં 10-10 મીમી, પાટણમાં 5 મીમી, શંખેશ્વરમાં 4 મીમી, સિદ્ધપુરમાં 2 મીમી
  • બનાસકાંઠા : દાંતામાં દોઢ ઇંચ, વડગામમાં 1 ઇંચ, અમીરગઢમાં 16 મીમી, પાલનપુરમાં 16 મીમી, ધાનેરામાં 13 મીમી, ડીસામાં 12 મીમી, દાંતીવાડા-વાવમાં 6-6 મીમી, ભાભર, કાંકરેજ અને લાખણીમાં 3-3 મીમી, થરાદમાં 2 મીમી
  • સાબરકાંઠા : વડાલી-ખેડબ્રહ્મામાં સવા 1 ઇંચ, વિજયનગરમાં 1 ઇંચ, પોશીનામાં 12 મીમી, ઇડર 4 મીમી, પ્રાંતિજ 2 મીમી, તલોદમાં 1 મીમી
  • અરવલ્લી : ભિલોડામાં 17 મીમી, બાયડમાં 14 મીમી, ધનસુરામાં 2 મીમી, મેઘરજ-મોડાસામાં 1-1 મીમી
અન્ય સમાચારો પણ છે...