બેલેટ તૈયાર:મહેસાણા જિલ્લાની 7 બેઠકો માટે 29,450 પોસ્ટલ બેલેટ બનાવાયાં

મહેસાણા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇવીએમ અને ટેન્ડર વોટ માટે 42,210 બેલેટ તૈયાર

મહેસાણા જિલ્લામાં વિધાનસભાની 7 બેઠકો ઉપર મતદાનની પ્રક્રિયામાં રોકાયેલા પોલિંગ સ્ટાફ અને સર્વિસ વોટર પોતાનો કિંમતી મત અધિકાર ઉપયોગ કરી શકે તે માટે પોસ્ટલ બેલેટ થકી મતદાન કરાવવામાં આવતું હોય છે. ફોર્મ પરત ખેંચાયા બાદ ઉમેદવારોની યાદી તૈયાર થઈ જતાં ચૂંટણી અધિકારી દ્વારા પોસ્ટલ બેલેટ તૈયાર કરવામાં આવતાં હોય છે.

મંગળવારે મહેસાણા સહિત 7 બેઠકોના ચૂંટણી અધિકારી દ્વારા કુલ 29,450 પોસ્ટલ બેલેટ અને ઇવીએમ તેમજ ટેન્ડર વોટ માટેના 42,210 બેલેટ છપાવીને મોડી રાત્રે તૈયાર કરાયા હતા. જે સર્વિસ વોટરોને મતદાન કરવા માટે રવાના કરાશે. કોઈ વ્યક્તિનો મત અપાઈ ગયો હશે તો તે ટેન્ડર વોટ આપી શકશે મતદાન મથક ઉપર મત આપવા ગયેલા મતદારનો જો મત અગાઉ અપાઈ ગયો હશે તો મતદાન મથક ઉપર જ ટેન્ડર વોટ માટે છપાવવામાં આવેલા બેલેટ તેને કવરમાં આપીને તે પોતાનો મત આપી શકશે. ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા દરેક વિધાનસભા વાઇસ આવા ટેન્ડર વોટ માટે પણ બેલેટ તૈયાર કરવામાં આવ્યા છે.

પોસ્ટલ બેલેટ તૈયાર કરાયા

મહેસાણા વિધાનસભા6,450
ઊંઝા વિધાનસભા2,000
વિસનગર વિધાનસભા5,000
બેચરાજી વિધાનસભા5,000
કડી વિધાનસભા3,000
વિજાપુર વિધાનસભા5,000
ખેરાલુ વિધાનસભા3,000
કુલ29,450

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...