કાર્યવાહી:મહેસાણામાં મોઢેરા ચાર રસ્તા નજીકથી 29 પશુ ભરેલી ટ્રક પકડાઇ, 4 સામે ગુનો

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ જિલ્લાના 4 સામે ફરિયાદ, ટ્રકમાં પશુઓ ક્રૂરતાપૂર્વક બાંધેલા હતા

મહેસાણામાં મોઢેરા ચોકડી નજીક મોડી રાત્રે 29 પાડા-પાડીને રસ્સાથી ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં ટ્રકમાં ભરી લઇ જવાતા હોવાનું ધ્યાને આવતાં જીવદયાપ્રેમીઓએ ટ્રક અટકાવી તપાસ કરી તરત બી ડિવિઝન પોલીસ સ્ટેશનનેમાં જાણ કરતાં પાટણ જિલ્લાના ચાર શખ્સો સામે પ્રાણી અત્યાચાર અન્વયે ફરિયાદ નોંધાવી હતી.

મોઢેરા ચોકડી સિમંધર જૈન દેરાસર નજીક રાત્રે 11.30 વાગ્યાના અરસામાં પશુ ભરેલી પસાર થતી ગાડી સાથે ચાર શખ્સો પકડાયા હતા. ટ્રક નંબર જીજે 24 યુ. 4754 માં નાના મોટા 29 પાડા-પાડી રૂ. 97 હજાર ભરેલા હતા. જેમાં ઘાસચારાની સગવડ ન હતી અને ક્રૂરતાપૂર્વક બાંધેલા હતા. મહેસાણાના ડેરીરોડ ઉમિયાનગર રહેતા મયંકકુમાર યોગેશભાઇ નાયકે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

આમની સામે ગુનો
સિદ્ધપુરના સેદ્રાણાના રમેશભાઇ શંકરભાઇ પરમાર, શિવરામભાઇ મફાભાઇ ચમાર, જયેશકુમાર ખુસાલભાઇ તેમજ પાટણના કુરેશી અબ્બાસભાઇ સામે પશુ અત્યાચાર મામલે ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...