કાર્યવાહી:દઢિયાળ, પાલાવાસણા, કલ્યાણપુરા અને વિસનગરથી 286 રીલ ચાઇનીઝ દોરી જપ્ત

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લા પોલીસે 4 સ્થળેથી રૂ.61,400ની કિંમતની દોરી સાથે 6 વ્યક્તિની ધરપકડ કરી

મહેસાણા જિલ્લામાં દઢિયાળ, પાલાવાસણા, કલ્યાણપુરા અને વિસનગરથી પોલીસે રૂ.61,400ની કિંમતના 286 રીલ ચાઇનીઝ દોરી સાથે 6 વ્યક્તિની ધરપકડ કરી હતી.વિસનગર તાલુકા પોલીસે દઢિયાળ ગામે રેડ કરી ઠાકોર દિનેશજી ગાંડાજી અને ઠાકોર અજમલજી ઉર્ફે મનુ અમાજીને 3 ખોખામાં ભરેલા રૂ.36 હજારના ચાઇનીઝ દોરીના 180 રીલ સાથે પકડી બંને જણા સામે કાયદેસર કાર્યવાહી કરી હતી.

જ્યારે મહેસાણા તાલુકા પીએસઆઇ રાજવીરસિંહ રાઠોડ સહિત ટીમે પાલાવાસણા ચાર રસ્તા નજીક ઊભેલા પટેલ ઉત્સવ મહેશભાઈ બાબુભાઈ (રહે. ગણેશ ફ્લેટ, ટહુકો પાર્ટી પ્લોટ સામે, મોઢેરા રોડ, મહેસાણા) અને બીજા 17 વર્ષીય સગીરને કાર્ટૂનમાં ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ.10 હજારની ચાઈનીઝ દોરીના 50 રીલ કબજે કરી તેમની પ્રાથમિક પૂછપરછ કરતાં વધુ રૂપિયા રળવાની લાલચમાં જીઆઇડીસી વિસ્તારના એક શખ્સ પાસેથી દોરી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેમને દોરી આપનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.

કડીના કલ્યાણપુરામાંથી 42 રીલ સાથે એકની ધરપકડ
બાવલુ પીએસઆઇ એમ.એન. રાઠોડ અને બી.ડી. વાઘેલા તેમજ કોન્સ્ટેબલ વૈભવકુમાર સહિતે કડી તાલુકાના કલ્યાણપુરા ગામે મેઈન બજારમાં સિધેશ્વરી પાર્લરમાં રેડ કરી હતી. જ્યાંથી ચાઈનીઝ દોરીના રૂ.12,600ની કિંમતના 42 રીલ મળી આવતાં પાર્લર માલિક પટેલ રવિ હિતેશભાઈ ઇશ્વરભાઇની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...