કોરોનાનો ઉછાળો:જિલ્લામાં કોરોનાના 28 કેસ મહેસાણામાં સૌથી વધુ 11

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 જ દર્દી ડિસ્ચાર્જ , એક્ટિવ કેસ 182

મહેસાણા જિલ્લામાં ગુરૂવારએ કોરોનાના નવા 28 કેસ સામે આવ્યા હતા. જેમાં 12 શહેરી અને 16 ગ્રામ્ય વિસ્તારના મળી કુલ 28 કેસ નોંધાયા હતા. 28 પૈકી 22 સરકારી લેબમાંથી, 4 ખાનગી લેબમાંથી અને 2 એન્ટીજન ટેસ્ટમાં પોઝીટીવ આવ્યા હતા.

મહેસાણા જિલ્લાના 28 સંક્રમિતો પૈકી સૌથી વધુ 11 કેસ મહેસાણા શહેર અને તાલુકાના રહ્યા હતા. આ ઉપરાંત વિસનગરમાંથી 9 કેસ, ઊંઝામાંથી 3 કેસ, વિજાપુરમાંથી 2 કેસ, જોટાણા, ખેરાલુ અને સતલાસણામાંથી 1-1 કેસ સામે આવ્યા હતા. બીજી બાજુ જિલ્લામાં માત્ર 1 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા. જેને લઇ એક્ટિવ કેસની સંખ્યા વધીને 185 એ પહોંચી છે. મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 1802 શંકાસ્પદ સેમ્પલ લેવાયા હતા.

આજથી બુસ્ટર ડોઝ
મહેસાણા જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો પર નિ:શુલ્ક બુસ્ટર ડોઝ અપાશે. બીજો ડોઝ લઈ ચૂકેલા પૈકી 84 દિવસની મુદત પૂરી કરનારા 18થી 59 વય જૂથના અંદાજે 10 લાખ લોકોને બુસ્ટર ડોઝ આપવાનો થાય છે. આજથી જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો પર નિ:શુલ્ક બુસ્ટર ડોઝ અપાશે.

અન્ય સમાચારો પણ છે...