નિર્ણય:નાગલપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની જગ્યા માટે 2.73 કરોડ સ્વભંડોળમાંથી ચૂકવાશે

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 31000 ચોરસમીટર જમીન માટે 30 ટકા રકમ સરકારમાં જમા કરાવવી પડશે
  • પ્લાન્ટ બન્યા પછી સંચાલન અને માલિકી નગરપાલિકા હસ્તક થશે

મહેસાણાના નાગલપુર ખાતે 31 હજાર ચોરસ મીટર જગ્યામાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા જરૂરી જમીન માટે રૂ.2.73 કરોડ સ્વભંડોળમાંથી સરકારમાં જમા કરાવવા નગરપાલિકાએ નિર્ણય કર્યો છે. ચીફ ઓફિસર અલ્પેશ પટેલે જણાવ્યું કે, શહેરમાં હાલ રોજ 33 એમએલડી નર્મદાનું પાણી શહેરીજનોમાં વિતરણ કરાય છે. જ્યારે 7 એમએલડી ટ્યુબવેલ આધારિત પીવાનું પાણી અપાય છે.

બાકી રહેતા વિસ્તારોને પણ નર્મદાના પાણીથી આવરી લઇ સમગ્ર શહેરમાં તમામને નર્મદાનું પાણી મળી રહે એ માટે પાણી પુરવઠા બોર્ડ અમલીકરણ એજન્સી મારફતે નાગલપુર ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવનાર છે. જેમાં સરકારમાં 30 ટકા રકમ જમીન માટે જમા કરાવવા પાલિકાએ તજવીજ શરૂ કરી છે.

આગામી સોમવાર સુધીમાં 31000 ચોરસ મીટર જગ્યા માટે ભરવાની થતી રકમ સરકારમાં જમાં કરાવાશે. હાલ આ ખર્ચ પાલિકાના સ્વભંડોળ માંથી કરવામાં આવશે. આ જગ્યા પાલિકા હસ્તક મળ્યા બાદ પાણી પુરવઠા બોર્ડને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા અપાશે. પ્લાન્ટ બન્યા પછી તેનું સંચાલન અને માલિકી નગરપાલિકા હસ્તક થશે.

અન્ય સમાચારો પણ છે...