તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણામાં જળસંકટ:ધરોઇમાં 26.89 % વપરાશલાયક પાણી ઉ.ગુ.ના ચાર જિલ્લાઓને આગામી ચોમાસા સુધી ચાલશે

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધરોઇ ડેમમાં 20,052 કરોડ લિટર વપરાશ- લાયક પાણી બચ્યું છે
  • પાણીની અછતના કારણે મહેસાણા, પાટણ, સાબરકાંઠાની અંદાજે 82,600 હેક્ટર જમીનને સિંચાઇનું પાણી નહીં મળે
  • હવે વરસાદ ના પડે તો 3 જિલ્લાના 177 ગામોના ખેડૂતોને શિયાળુ-ઉનાળુ પાકને પાણી નહીં મળી શકે

ધરોઇ ડેમની કુલ ક્ષમતા 81314 કરોડ લિટર પાણીની છે. જે પૈકી 74563 કરોડ લિટર પાણી વપરાશ લાયક સંગ્રહિત કરી શકાય છે. પરંતુ ચાલુ સાલે નબળા ચોમાસાના કારણે નવા પાણીની આવક પૂરતા પ્રમાણમાં થઇ શકી નથી. જેના કારણે ડેમમાં હાલ 26803 કરોડ લિટર (32.96%) સંગ્રહિત પાણી છે. જે પૈકી 20052 કરોડ લિટર (26.89%) પાણી વપરાશ લાયક બચ્યું છે. વર્ષ દરમિયાન 6751 કરોડ લિટર (6.07%) પાણી ડેડ સ્ટોરેજ એટલે કે તે વપરાશમાં લઇ શકાશે નહીં.

ધરોઇ ડેમમાં પાણીનો સંગ્રહ પર્યાપ્ત માત્રામાં હોય તો, દર વર્ષે 82600 હેક્ટર જમીનને સિંચાઇ માટે અંદાજે 28500 કરોડ લિટર પાણી અપાય છે. આ સાથે મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાને રોજીંદા વપરાશ માટે અંદાજે 10 હજાર કરોડ લિટર પાણી અપાય છે. તેમજ ડેમમાંથી વર્ષ દરમિયાન લગભગ 10 હજાર કરોડ લિટર જેટલું પાણી બાષ્પિભવન સાથે જમીનમાં ઉતરી જાય છે. એટલે કે વોટરલોશ ગણાતો હોય છે. ડેમમાંથી પાણી વપરાશના આ ગણિત પ્રમાણે ડેમમાં વપરાશલાયક પાણી ઓછામાં ઓછું 50 હજાર કરોડ લિટર હોય તો વર્ષ દરમિયાન 4 જિલ્લાના ઘર વપરાશ અને સિંચાઇ માટે પૂરતું છે.

ડેમમાં અત્યારે કુલ 26803 કરોડ લિટર પાણી પૈકી 6751 કરોડ લિટર પાણી અનામત (ડેડ સ્ટોરેજ) માટે રાખવાનું થાય છે. એટલે કે, ડેમમાં 20052 કરોડ લિટર પાણી વપરાશ લાયક બચ્યું છે. વર્ષ દરમિયાન 4 જિલ્લાના વપરાશ અને વોટરલોશને જોતાં આ પાણીનો જથ્થો પૂરતો છે. આગામી ચોમાસાની શરૂઆત સુધી ડેમમાંથી 4 જિલ્લાને વપરાશલાયક પાણીનો જથ્થો મળી રહેશે. જોકે, પાણીની અછતના કારણે લગભગ 82600 હેક્ટર જમીનને સિંચાઇનું પાણી નહીં મળે.

જમણા-ડાબા કાંઠાની કેનાલથી સિંચાઇ માટે પાણી અપાય છે....
ધરોઇ ડેમની જમણાકાંઠાની કેનાલમાંથી 70454 હેક્ટર જમીનને તેમજ ડાબા કાંઠાની કેનાલમાંથી 12145 હેક્ટર જમીનને સિંચાઇ માટે પાણી અપાય છે. જમણાકાંઠાની કેનાલથી મહેસાણાના ખેરાલુના 59, વિસનગરના 28, વિજાપુરના 17 અને મહેસાણાના 7 ગામ ઉપરાંત પાટણના સિદ્ધપુરના 16 ગામને, જ્યારે ડાબા કાંઠાની કેનાલથી સાબરકાંઠાના ઇડરના 41 અને હિંમતનગરના 9 ગામને સિંચાઇનું પાણી અપાય છે.

12 શહેર, 705 ગામને પાણી અપાય છે

જિલ્લોશહેરગામ-પરા
મહેસાણા4260
પાટણ1119
બનાસકાંઠા4159
સાબરકાંઠા3167
કુલ12705

જળસંકટના કારણે નર્મદાનું પાણી ધરોઇ ડેમમાં ઠાલવવાનો રૂ.600 કરોડનો પ્રોજેક્ટ પાણીમાં
સરદાર સરોવરમાંથી નર્મદાનું પાણી ધરોઇ ડેમમાં ઠાલવવાનો પ્રોજેક્ટ કૂવામાં હોય તો હવાડામાં આવે તેવી સ્થિતિમાં મુકાયો છે. ધરોઇ ડેમની ખરાબ સ્થિતિમાં નર્મદાનું પાણી ઠાલવી શકાય તે માટે લગભગ રૂ.600 કરોડના ખર્ચે મોઢેરા અને કલોલથી બે પાઇપલાઇન નખાઇ છે. ચાલુ સાલે નબળા ચોમાસાની અસર સરદાર સરોવર પર વર્તાઇ છે. સરદાર સરોવરમાં હાલની સ્થિતિએ 45.87% પાણીના કુલ જથ્થા પૈકી માત્ર 11.10% પાણી વપરાશ લાયક છે. જેના કારણે આગામી વર્ષમાં નર્મદાનું પાણી ધરોઇ ડેમને મળવું અશક્ય છે.

અન્ય સમાચારો પણ છે...