તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મહેસાણા ખારી નદી પાસે બિનવારસી ગાડીમાંથી દારૂની 264 બોટલ મળી

મહેસાણા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહેસાણા એલસીબીએ રૂ.37,680ના અને ગાડી મળી કુલ રૂ. 2.87 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

મહેસાણા એલસીબીને ખારી નદી પાસેથી બિનવારસી મળી આવેલી ઇન્ડિગો ગાડીમાંથી રૂ. 37,680ના વિદેશી દારૂની 264 બોટલો મળી આવી હતી. જે જપ્ત કરી બી ડિવિજન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા એલસીબી રાધનપુર રોડ પર પેટ્રોલિંગમાં હતી, ત્યારે ખારી નદીના પુલની નજીક આવેલી પીપલજ હોટલથી જમણી તરફ જતા પાકા રોડ ઉપર એક સફેદ રંગની ટાટા ઇન્ડીગો ગાડી (જીજે 01 ડીએક્સ 0796) બિનવારસી હાલતમાં પડી હોવાની બાતમી મળી હતી.

પોલીસે અહીં પહોચી ગાડીમાં તપાસ કરતાં ગાડીની પાછળની ડેકીનો દરવાજો તારથી બાંધેલો હોઇ ડેકી ઊંચી કરતાં જ પોલીસ ચોંકી ગઇ હતી. પોલીસે અંદરથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની રૂ. 37,680ની કિંમતની 264 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ અને રૂ.2.50 લાખની ગાડી મળી કુલ રૂ.2.87 લાખનો ખુદ્દામાલ જપ્ત કરી ગાડીચાલક સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો