રાજકારણ ગરમાયું:કડી નગરપાલિકાની ચૂંટણી પહેલા 36 બેઠકોમાંથી 26 બેઠકો બિનહરીફ થઈ

મહેસાણાએક વર્ષ પહેલા
નગરપાલિકાની 36 બેઠકો પૈકી 26 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા
  • 26 બેઠકો પર ભાજપના બિનહરીફ ઉમેદવારો, ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ કડી નગરપાલિકામાં ભગવો લહેરાયો

મહેસાણા જિલ્લામાં આવેલા કડી નગરપાલિકામાં ભગવો લહેરાયો છે. કડી નગરપાલિકાની 36 બેઠકોમાંથી 26 બેઠકો પર ભાજપે હસ્તગત કરી લીધી છે. ત્યારે કડી નગરપાલિકામાં વધુ એકવાર ભાજપનું રાજ આવ્યું છે. સ્થાનિક સવરાજની ચૂંટણીનો જંગ મહેસાણા જિલ્લામાં જામી ગયો છે. જેમાં મહેસાણા જિલ્લાની કડી નગરપાલિકામાં ભગવો લહેરાયો છે. તેમાં 36 પૈકી 26 બેઠકો પર બિનહરીફ રીતે ભાજપના ફાળે ગઈ છે.

જેમાં 5 વોર્ડ ની 20 બેઠકોમાં આખેઆખી બિનહરીફ થઈ જવા પામી હતી. કડી નગરપાલિકા 2/3ના રેસિયાથી આજે કડી નગરપાલિકામાં વધુ એકવાર ભાજપે બાજી મારી લીધી છે. છેલ્લા 35 વર્ષના ઇતિહાસમાં કડી નગરપાલિકા જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી નું સતત શાસન ચાલી રાખેલું છે.

ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા
મહેસાણા જિલ્લાની કડી નગરપાલિકામાં આજે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે નગરપાલિકાની 36 બેઠકો પૈકી 26 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવતા કડી નગરપાલિકામાં છેલ્લા 35 વર્ષથી ચાલી આવતું ભાજપનું શાસન પણ જળવાઈ રહ્યું છે. જેના પગલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાના વતન કડી નગરપાલિકા માં 26 બેઠકો બિનહરીફ થતા અભિનંદન પાઠવ્યા જતા.

કુલ ચાર વોર્ડમાંથી 10 બેઠકો ઉપર ચૂંટણી યોજાશે
જિલ્લા પંચાયતની નંદાસણ બેઠક અને તાલુકા પંચાયતની કુંડળ બેઠક અને કલ્યાણપુરા બેઠક પણ બિનહરીફ થઈ હતી. તેમજ કડીમાં વોર્ડ નંબર 4માં 10 બેઠકો માટે ચૂંટણી યોજાશે અને વોર્ડ નંબર 1,3,7,8,9ના ચારેય ઉમેદવારો બિનહરીફ બન્યા હતા.

વોર્ડ નંબર 2માં 1 બેઠક બિનહરીફ, તો 3માં ચૂંટણી યોજવામાં આવશે. વોર્ડ નંબર 4માં 2 બેઠકો બિનહરીફ થતા 2માં ચૂંટણી યોજાશે. આમ વોર્ડ નંબર 5માં 3 બેઠકો બિનહરીફ થતા 1માં ચૂંટણી થશે અને વોર્ડ નંબર 6ની ચારેય બેઠકો ઉપર ચૂંટણી યોજવામાં આવશે. આમ કુલ ચાર વોર્ડમાંથી 10 બેઠકો ઉપર ચૂંટણી યોજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...