ભાસ્કર એક્સક્લુઝિવ:ઉત્તર ગુજરાતના ખેડૂતોને માર્ગદર્શન આપવા ગામડાથી શહેર સુધી 2515 ખેડૂત કેન્દ્રો બનશે

મહેસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • મહેસાણામાં 480, પાટણમાં 297, બ.કાં.માં 964, સા.કાં.માં 430, અરવલ્લીમાં 344 કેન્દ્રો

ઉત્તર ગુજરાતના ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવા ગામડાઓથી શહેર સુધી કુલ 2515 ખેડૂત કેન્દ્રો ઉભા કરવાની કામગીરી શરૂ કરાઇ છે. જેમાં ગ્રામ્ય કક્ષાએ 1686 ખેડૂત કલ્યાણ કેન્દ્ર, તાલુકા કક્ષાએ 709 ખેડૂત સુવિધા કેન્દ્ર અને જિલ્લા કક્ષાએ 120 ખેડૂત સમૃદ્ધિ કેન્દ્રો બનાવાશે.

ઉત્તર ગુજરાતમાં બનનાર 2515 ખેડૂત કેન્દ્રો પૈકી મહેસાણામાં 480, પાટણમાં 297, બનાસકાંઠામાં 964, સાબરકાંઠામાં 430 અને અરવલ્લીમાં 344 કેન્દ્રો શરૂ કરાશે. ગ્રામ્ય કક્ષાના ખેડૂત કલ્યાણ કેન્દ્રોમાં 150 ચોરસ ફૂટ વિસ્તારમાં બનાવાશે. જેમાં ખેડૂતો માટે બેઠક વ્યવસ્થા સાથે વિવિધ પાકનું સાહિત્ય મળી રહેશે. આ ઉપરાંત વિવિધ પ્રકારના ખાતર, સબસીડી, જમીનની ફળદ્રુપતાનો નકશો અને પીઓએસ મશિન સહિતની સુવિધા મળશે. જ્યારે તાલુકા કક્ષાના ખેડૂત સુવિધા કેન્દ્રો 1 હજાર ચોરસફૂટ વિસ્તારમાં બનશે.

જેમાં ગ્રામ્ય કક્ષાએ મળતી સુવિધાઓ ઉપરાંત ઇન્ટરનેટની સુવિધા સાથેનું સ્માર્ટ ટીવી, હેલ્પ ડેક્સ, કોમન સર્વિસ સેન્ટર, માટી પરિક્ષણ, બીજ અને જંતુનાશકોનું પરિક્ષણ, સ્પ્રેયર અને ડ્રોન જેવા સાધનો ભાડે મેળવી શકાશે, બજાર ભાવ અને હવામાનની સ્થિતિ જાણી શકાશે.

જિલ્લા કક્ષાના ખેડૂત સમૃદ્ધિ કેન્દ્રો 2 હજાર ચોરસ ફૂટના રહેશે. જેમાં તાલુકા કક્ષાની તમામ સુવિધાઓ ઉપરાંત સમગ્ર ઉત્પાદનની શ્રેણીનું પ્રદર્શન, મોટી બેઠક વ્યવસ્થા, માટી, બીજ, પાણી અને જંતુનાશક દવાઓનું પરિક્ષણ, કોમન સર્વિસ સેન્ટર ઉપરાંત મોટા પાયાની તમામ સુવિધાઓ ખેડૂતોને મળી રહેશે.​​​​​

અન્ય સમાચારો પણ છે...