નિર્ણય:જિલ્લામાં 2.51 લાખ લોકોને આજથી બુસ્ટર ડોઝ અપાશે

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેડિકલ, પેરામેડિકલ અને ફ્રન્ટલાઇન વર્કર તેમજ 60+ને બુસ્ટર ડોઝ અપાશે

મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 15થી 18ની વયના કિશોરોને રસીકરણ બાદ હવે તા.10મીને સોમવારથી ફ્રન્ટલાઇન વર્કર તેમજ 60+ ની વય જૂથના અંદાજે 2.51 લાખ લોકોને બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કરાશે. જે અંગેની તૈયારી તંત્ર દ્વારા કરી લેવાઇ છે.

આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, 10 જાન્યુઆરીથી જિલ્લામાં બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરાશે. કોરોના વેક્સિનના બંને ડોઝ લઇ ચૂકેલા ફ્રન્ટલાઇન વર્કર અને 60થી વધુ વયની વ્યક્તિઓ મળી કુલ 2,51,883ને પ્રથમ તબક્કામાં બુસ્ટર ડોઝમાં આવરી લેવામાં આવશે. જ્યારે પાટણ જિલ્લામાં સોમવારથી 350 કેન્દ્રો પર 8500 હેલ્થકેર વર્કર્સ, 10835 ફ્રન્ટલાઇન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના કો-મોર્બિડ વ્યક્તિઓને પ્રિકોશન ડોઝ (બુસ્ટર ડોઝ) આપવાની શરૂઆત થનાર છે.

આ ડોઝમાં આમનો સમાવેશ

  • 14,459 હેલ્થકેર વર્કર
  • 21,951 ફિમેલ હેલ્થવર્કર
  • 215473 60થી વધુ વયના લોકો
  • 2,51,883 કુલ
અન્ય સમાચારો પણ છે...