ફરિયાદ:બેંકમાં પડેલા સોનાના દાગીના છોડાવવાના બહાને ઊંઝાની ફાઇનાન્સ કંપની સાથે 2.5 લાખની ઠગાઈ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઊંઝાના બ્રાહ્મણવાડા અને ટુંડાવના 1-1 અને સિદ્ધપુરના મેત્રાણાના શખ્સ સામે ફરિયાદ

આઇસીઆઇસીઆઇ બેંકમાં ગોલ્ડ લોન ઉપર મુકેલું સોનુ છોડાવવાના બહાને ત્રણ યુવાનોએ ઊંઝાની ફાયનાન્સ કંપનીના મેનેજર સાથે અઢી લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સિદ્ધપુરના આચાર્ય નગર સોસાયટીમાં રહેતા વિશાલકુમાર રમેશભાઈ બારોટ ઊંઝા ખાતે આવેલ આઇએફએલ ફાયનાન્સ કંપનીમાં બ્રાન્ચ મેનેજર તરીકેની ફરજ નિભાવે છે સિધ્ધપુર બ્રાંચમાં નોકરી કરતા હતા ત્યારે સિદ્ધપુરના મેત્રાણા ગામનો રબારી અલ્પેશ ઉર્ફે પપ્પુ અમરતભાઈ નામનો યુવાન તેમના સંપર્કમાં આવ્યો હતો ત્યારબાદ ગત 15/07/2021 ના રોજ અલ્પેશ રબારી ઊંઝા તેમની બ્રાંચમાં આવ્યો હતો અને આઇ. સી.આઈ. સી.આઈ ની ઊંઝા બ્રાંચમાં પોતાની ગોલ્ડ લોન ચાલુ છે.

પરંતુ ગોલ્ડના પ્રમાણમાં ઓછું ધિરાણ મળેલ છે એટલે મારે તમારી કંપનીમાં લાવવું છે. તમે મને કેટલું કિરણ આપશો અને આઇસીઆઇસીઆઇ બેન્કમાં મારું ગોલ્ડ 253800 માં ગીરવે મુકેલ છે અને વ્યાજ મળી મારે 290000 ભરવાના થાય છે એટલે તમે મને 250000 રૂપિયા આપો તો હું ખૂટતી રકમ ઉમેરી અને આઇસીઆઇસીઆઇ બેન્ક માંથી મારું ગોલ્ડ છોડાવી લઉ નું કહ્યું હતું બે દિવસ બાદ અલ્પેશ રબારી નો વિશાલ બારોટ ઉપર ફરીથી ફોન આવ્યો હતો કે હુ આઈ સી.આઈ. સી.આઈ બેન્ક આગળ ઊભો છું તમે મને પૈસા આપો તો હું લોન ભરી દઉં આથી વિશાલભાઈ બપોરના સુમારે પોતાની બ્રાન્ચના સહકર્મી જીતેન્દ્રભાઈ આસોડિયા ને લઈને આઇસીઆઇસીઆઇ બેન્કની સામે પહોંચ્યા હતા

જ્યાં જી.જે.01 કે.જી.4575 નંબરની કાર લઈને અલ્પેશ અલ્પેશ ઉર્ફે અપ્પુ અમરતભાઈ રબારી અને ટુંડાવ ના સ્નેહ રાજુભાઇ રબારી નામના બે યુવાનોને લઈ આવ્યો હતો ત્યારે વિશાલભાઈ એ તેમની પાસેના અઢી લાખ રૂપિયા અલ્પેશ રબારી ને આપ્યા હતા જ્યારે તેમની સાથેના અન્ય બે યુવાનો બેંકની બહાર તેમની સાથે ઉભા રહ્યા હતા ત્યારબાદ અલ્પેશ રબારી બેંકની બહાર નીકળી બ્લુ કલરની નંબર પ્લેટ વગરની કારમાં બેસીને નીકળી ગયો હતો પછી વિશાલભાઈ એ ફોન કરતાં થોડાક રૂપિયા ખૂટતા હોવાથી હું લેવા જાઉં છું કહીને ફોન મૂકી દીધો હતો

બીજીતરફ તેમની સાથે ઉભેલા અન્ય બે રબારી યુવાનો પણ અમે અલ્પેશભાઈ ને શોધીને આવીએ કહી જતા રહ્યા હતા પોતે આપેલા રૂપિયાની વારંવાર ઉઘરાણી કરવા છતાં પરત ન આવતાં વિશાલ ભાઈ ને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં તેમણે ઊંઝા પોલીસ મથકે અલ્પેશ રબારી સહિત ત્રણ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

આમની સામે ફરિયાદ
1. અલ્પેશ કુમાર અમૃતભાઈ રબારી રહે મેત્રાણા તા. સિદ્ધપુર
2. અલ્પેશ ઉર્ફે અપ્પુ અમરતભાઈ રબારી રહે બ્રાહ્મણવાડા.તા. ઊંઝા
3. સ્નેહ રાજુભાઇ રબારી રહે ટુંડાવ તા.ઊંઝા

અન્ય સમાચારો પણ છે...