ઉત્તર ગુજરાતના 76 ટકા વિસ્તારમાં શુક્રવારે વરસાદે રમઝટ બોલાવી હતી. ગાજવીજ અને પવન સાથે 36 તાલુકા પૈકી 8 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ અઢી ઇંચ જોટાણામાં વરસ્યો હતો. બહુચરાજીમાં સવા 2 ઇંચ, મહેસાણામાં પોણા 2 ઇંચ, ખેરાલુ અને શંખેશ્વરમાં દોઢ ઇંચ, હિંમતનગરમાં સવા 1 ઇંચ તેમજ કડી અને હારિજમાં 1-1 ઇંચ વરસ્યો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ, શનિવારે ઉત્તર ગુજરાતના 51 થી 75% વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. જેમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં સામાન્યથી લઇ અઢી ઇંચ સુધી વરસાદની, જ્યારે બનાસકાંઠા અને અરવલ્લીના હળવાથી ભારે વરસાદની શક્યતાને લઇ યલો એલર્ટ અપાયું છે.
ઉ.ગુ.ના 36 તાલુકામાં અઢી ઇંચ સુધીનો વરસાદ
મહેસાણા : જોટાણામાં અઢી ઇંચ, બહુચરાજીમાં સવા 2 ઇંચ, મહેસાણામાં પોણા 2 ઇંચ, ખેરાલુમાં દોઢ ઇંચ, કડીમાં 1 ઇંચ, વિસનગરમાં પોણા 1 ઇંચ, ઊંઝામાં 10 મીમી, સતલાસણા-વિજાપુરમાં 3-3 મીમી
પાટણ : શંખેશ્વરમાં દોઢ ઇંચ, હારીજમાં 1 ઇંચ, સાંતલપુર-સરસ્વતીમાં 10-10 મીમી, ચાણસ્મામાં 8, સિદ્ધપુરમાં 3 મીમી, રાધનપુરમાં 2 મીમી
બનાસકાંઠા : ડીસામાં 15 મીમી, દાંતામાં 11 મીમી, વડગામમાં 9 મીમી, ધાનેરામાં 4 મીમી, ભાભર-પાલનપુરમાં 2-2 મીમી, દિયોદર, અમીરગઢ અને કાંકરેજમાં 1-1 મીમી
સાબરકાંઠા : હિંમતનગરમાં સવા 1 ઇંચ, ખેડબ્રહ્મામાં 17 મીમી, વડાલીમાં 11 મીમી, ઇડરમાં 6 મીમી, પોશીના-વિજયનગરમાં 5-5 મીમી
અરવલ્લી : ભિલોડામાં 15 મીમી, મેઘરજમાં 3 મીમી, માલપુરમાં 2 મીમી, ધનસુરા-મોડાસામાં 1-1 મીમી
(નોંધ : વરસાદના આંકડા ગુરૂવાર સાંજે 6 થી શુક્રવાર સાંજે 6 વાગ્યા સુધીના)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.