કામગીરી:મહેસાણામાં સોમનાથ ચોકડીથી માનવઆશ્રમ ​સુધી 7 ફૂટ ઊંડે 900 MMની પાઇપો નાંખવાનું 25 % કામ પૂર્ણ

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ કામ પૂરું થતાં હજુ 4 મહિના લાગશે, વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન હલ થશે

મહેસાણા શહેરમાં સોમનાથ ચોકડીથી માનવ આશ્રમ ગાંધીનગર લીંક રોડ ખારી નદી સુધી 2.7 કિલોમીટરમાં રૂ.2.40 કરોડના ખર્ચે વરસાદી પાણી નિકાલની લાઇન નાંખવાની કામગીરી આગામી એપ્રિલમાં પૂર્ણ કરવાની અવધિ અપાઇ હોઇ વર્ક ઓર્ડરના ચાલુ મહિનામાં જ કામ ગતિમાં જોવા મળ્યું હતું. સોમવાર સુધીમાં સોમનાથ ચોકડીથી માનવ આશ્રમ નજીક સુધી એક સાઇડમાં સળંગ 7 ફૂટ ઊંડાઇમાં પાઇપ લાઇન નંખાઇ જતાં અત્યાર સુધી 25 ટકા કામગીરી પૂર્ણ થઇ આગળ વધી રહ્યાનું બાંધકામ શાખાના સૂત્રોએ જણાવ્યું હતું.

માનવ આશ્રમ વિસ્તારમાં દર ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા શિરદર્દ બની રહે છે, ત્યારે આગામી ચોમાસા પહેલાં મેઇન રોડ ઉપર લાઇન નેટવર્ક માટે પાલિકાએ એજન્સી નક્કિ કર્યા પછી કામગીરી આરંભી દેવાઇ છે. જેમાં આરસીસીની 900 એમએમની પાઇપો 7 ફૂટ ઊંડે પાથરી જોઇન્ટ અપાઇ રહ્યા છે. સોમનાથ ચોકડીથી વરસાદી પાણી નિકાલની લાઇન નાંખવાની કામગીરી શરૂ કરાઇ છે, જે સોમવાર સુધીમાં માનવ આશ્રમ જીલ કોમ્પલેક્ષ સામે પહોંચી છે. આ કામ એપ્રિલ સુધીમાં પૂર્ણ થશે.

અન્ય સમાચારો પણ છે...