તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભણતર:જિલ્લામાં RTE હેઠળ પ્રવેશમાં 1606 બેઠકો સામે 2400 ફોર્મ ભરાયાં,હજુ ત્રણ દિવસ બાકી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 મી સુધી ફોર્મ ભરી શકાશે,ચકાસણી બાદ 15મીએ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ

મહેસાણા જિલ્લામાં બિનઅનુદાનિક ખાનગી પ્રાથમિક શાળાઓના ધો-1માં આરટીઇ હેઠળ બાળકોના પ્રવેશની ઓનલાઇન પ્રક્રિયામાં અત્યારસુધી 2400 વાલીઓએ ફોર્મ ભર્યા છે. હજુ આગામી તા. 5 જુલાઇ સુધી ઓનલાઇન ફોર્મ ભરાશે ત્યારે પ્રવેશ ઇચ્છુકો વધશે. બીજી તરફ 228 ખાનગી શાળાઓમાં આરટીઇ હેઠળ પ્રવેશ માટે કુલ 1606 બેઠકો થાય છે. ત્યારે વધુ ફોર્મમાં કેટલાક પ્રવેશથી વંચિત રહે તેવો ઘાટ સર્જાયો છે.ખાનગી શાળામાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ 25 ટકા બેઠકો પર આર્થીક નબળા, વંચિત વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશની જોગવાઇમાં 25 જૂનથી 5 જુલાઇ સુધી ઓનલાઇન ફોર્મ ભરાશે.

જેમાં તા.2 સુધીમાં 2400 જેટલા ઓનલાઇન ફોર્મ ભરાયા છે. હજુ ત્રણ દિવસ ફોર્મ ભરી શકાશે. ત્યારપછી તા. 6 થી 10 જુલાઇ સુધી આવેલા ફોર્મની જિલ્લાકક્ષાએ ચકાસણી કરાશે. જેમાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓની ખરાઇ કરાશે અને ત્યારપછી તા. 15 જુલાઇએ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ શરૂ થશે. પ્રા.શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ કહ્યું કે, હાલ ફોર્મ ભરાઇ રહ્યા છે. જેમાંથી પૂરતા ડોક્યુમેન્ટ વગેરેની ચકાસણી કરાશે અને પ્રવેશપાત્ર હોય એવા બાળકોએ આરટીઇ હેઠળ પ્રવેશ મળશે.

અન્ય સમાચારો પણ છે...