બહુમતી:મહેસાણા ST ક્રેડિટ સોસાયટીની ચૂંટણીમાં 24 વર્ષે સત્તા પરિવર્તન

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા એસટી કર્મીઓની ક્રેડિટ સોસા. ચૂટણીમાં મતદાન બાદ પરિણામ જાહેર થતાં સોસાયટીની શાખાએ વિજેતા અને સમર્થકોના વધામણા થયા - Divya Bhaskar
મહેસાણા એસટી કર્મીઓની ક્રેડિટ સોસા. ચૂટણીમાં મતદાન બાદ પરિણામ જાહેર થતાં સોસાયટીની શાખાએ વિજેતા અને સમર્થકોના વધામણા થયા
  • આઠ બેઠકો સાથે ભારતીય મજદૂર સંઘની બહુમતી

મહેસાણા એસટી કર્મચારીઓની ક્રેડિટ સોસાયટીના રસાકસીભર્યા ચૂંટણી જંગમાં સોમવારે 12 બેઠકોની ચૂંટણી બાદ જાહેર કરાયેલા પરિણામમાં 7 બેઠક ભારતીય મજદૂર સંઘ, 3 બેઠક કર્મચારી મહામંડળ અને 2 બેઠક મજૂર મહાજનના ફાળે ગઇ છે. જ્યારે કડી બેઠક પર ભારતીય મજદૂર સંઘના ઉમેદવાર બિનહરીફ થયા હતા. એટલે કે, 13માંથી 8 બેઠકો સાથે ભારતીય મજદૂર સંઘે બહુમતી મેળવી છે. આ સાથે છેલ્લા 24 વર્ષથી એકચક્રી શાસન ભોગવતા કર્મચારી મહામંડળની હાર થતાં સોસાયટીની રચના બાદ પહેલીવાર સત્તા પરિવર્તન આવ્યું છે.

વિભાગીય વર્કશોપ તેમજ મહેસાણા, વિસનગર, પાટણ, હારિજ, બહુચરાજી, કલોલ અને કડી ડેપો (બિનહરીફ)ની બેઠક પર ભારતીય મજદૂર સંઘના ઉમેદવાર વિજેતા થયા છે. ઊંઝા, વડનગર અને ચાણસ્મા ડેપોમાં કર્મચારી મહામંડળના ઉમેદવાર તેમજ મહેસાણા વિભાગીય કચેરી અને ખેરાલુ ડેપોમાં મજૂર મહાજનના ઉમેદવાર વિજેતા થયા છે. ભારતીય મજદૂર સંઘના મંત્રી ભાવેશ ભટ્ટે કહ્યું કે, ચૂંટણીમાભારતીય મજદૂર સંઘ અને મજૂર મહાજન સંઘના સંકલનમાં 10 બેઠકો પર ઉમેદવારો વિજેતા થયા છે. ચૂંટણી અધિકારી ચૂંટાયેલા ઉમેદવારોની બેઠક બોલાવશે જેમાં સોસાયટીના પ્રમુખ-ઉપપ્રમુખ અને મંત્રી નિમાશે.

ક્રેડિટ સોસા. વર્ષે રૂ 32 કરોડનું ટર્નઓવર છે
વર્ષે રૂ.32 કરોડનું ટર્નઓવર ધરાવતી અને 3500 કર્મચારીઓની બનેલી ધી સ્ટેટ ટ્રાન્સપોર્ટ એમ્પલોઇઝ કો-ઓ. ક્રેડિટ એન્ડ થ્રીફ્ટ સોસાયટી મહેસાણા વર્ષ 1957થી કાર્યરત છે. જેમાં અગાઉ એસટી કર્મચારી મહામંડળની જ બહુમતી રહેતી હતી. 1997થી અસ્તિત્વમાં આવેલા ભારતીય મજદૂર સંઘે 24 વર્ષ પછી પહેલીવાર સોસાયટીમાં 8 બેઠકો સાથે બહુમતી હાંસલ કરી છે. જોકે, ક્રેડિટ સોસાયટીની ચૂંટણી સત્તાવાર રીતે યુનિયનના નામે લડાતી નથી, પણ ત્રણ બેઠક પર ત્રણ યુનિયનમાંથી અને 9 બેઠક પર બે યુનિયનમાંથી ઉમેદવારો હોઇ મતોની ભારે ખેંચતાણ જામી હતી.

ક્રેડીટ સોસાયટીના નાવિજેતા ઉમેદવારો

બેઠકવિજેતા ઉમેદવારમત
1. વિભાગીય કચેરીજગદીશકુમાર સી. પટેલ95
2.વિભાગીય વર્કશોપજીતેન્દ્રકુમાર કે. પરમાર66
3. મહેસાણા ડેપોવિમળાબેન કે. પટેલ188
4. વિસનગર ડેપોવિષ્ણુભાઇ જી. ચૌધરી263
5. વડનગર ડેપોકિર્તીભાઇ એમ. પટેલ147
6. ખેરાલુ ડેપોઇશ્વરભાઇ કે. પ્રજાપતિ154
7. ઊંઝા ડેપોશિવરામભાઇ સી. ચૌધરી163
8. પાટણ ડેપોકેતનકુમાર બી. ભટ્ટ127
9. ચાણસ્મા ડેપોદિનેશ જી. ઠાકોર120
10. હારિજ ડેપોઆરતીબેન વી. યોગી146
11.બહુચરાજી ડેપોનટુભાઇ એસ. પટેલ135
12. કલોલ ડેપોવિજયકુમાર બી. ચાવડા159
13. કડી ડેપોઅશોકકુમાર બી. ચાવડા(બિનહરીફ)

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...