તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ:ડીસા પાસે 60 વર્ષીય વૃદ્ધા પર 30 વર્ષીય યુવકે ચાકુની અણીએ બળાત્કાર ગુજાર્યો, દિયોદર 108ની ટીમે આપઘાત કરતી યુવતીને બચાવી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સમાચારો માત્ર એક ક્લિક પર

ડીસા રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર વૃદ્ધા અને તેના પતિ ખેતરે ગયા હતા. વૃદ્ધાના પતિને આંખે દેખાતું ન હોવાથી તે રાત્રે સરખું જોઈ શકતા ન હતા. જેનો ફાયદો ઉઠાવીને ધખુભા નામના યુવકે વૃદ્ધાને તમારો દરવાજો ખુલ્લો રહી ગયો છે કહીને તેમને બાથ ભરી લીધી હતી. તેમજ છરી બતાવી અને ઓરડીમાં લઈ ગયો હતો. ત્યાં તેણે છરીની અણીએ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. વૃદ્ધાએ બૂમાબૂમ કરતા આડોસી પાડોશી દોડી આવ્યા હતા અને ત્યારબાદ વૃદ્ધાએ પોતાના પુત્રને બોલાવીને તેમની સાથે થયેલા દુષ્કર્મની જાણ કરી હતી.

ઉત્તર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત 3 જિલ્લામાં 40થી વધુ કેસ
આજે સરકારે જાહેર કરેલા કોરોનાના આંકડા અનુસાર ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં કોરોનાના 156 કેસ નોંધાયા છે. જ્યારે 106 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. બનાસકાંઠામાં 47, પાટણમાં 46, મહેસાણામાં 43, સાબરકાંઠામાં 17 અને અરવલ્લીમાં માત્ર 3 કેસ નોંધાયા છે. જેની સામે બનાસકાંઠામાં 33, પાટણમાં 29, મહેસાણામાં 33, સાબરકાંઠામાં 7 અને અરવલ્લીમાં 4 દર્દીઓ કોરોનાને હરાવ્યો છે.

MLA ડો. કિરીટ પટેલે શિક્ષકોનો બદલી કેમ્પ રોકવા શિક્ષણમંત્રીને પત્ર લખ્યો
પાટણના MLA ડો. કિરીટ પટેલે શિક્ષકોના બદલી કેમ્પ સ્થગિત કરવા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રજુઆત કરી છે. પટેલે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં શિક્ષકોના બદલી કેમ્પ કરવા યોગ્ય નહી. વર્ષોથી નોકરી કરતા શિક્ષકોને અન્યાય થાય તેવી રીતે કેમ્પો યોજવામાં આવે છે. 2012 અને 2014ના પરિપત્રોનુ ઉલ્લંઘન થઇ રહ્યું છે. બે દિવસ પાટણ DPOએ પરિપત્ર કરી શિક્ષકો મૂળ જગ્યાએ નોકરી કરતા હોય એ એમની દાખલ તારીખથી સિનિયોરીટી ગણવાની વાત હતી અને બીજા દિવસે કેમ્પના આગલા દિવસે મૌખિક સુચનાથી કેમ્પ યોજવા અને સિનિયોરીટી ન ગણવાની સુચના આપવામાં આવી હતી.

દિયોદરના સલીમગઢમાં આપઘાત કરતી યુવતીનું 108ની ટીમે રેસ્ક્યૂ કર્યું
દિયોદરના સલીમગઢ કેનાલ પરથી 108ની એમ્બ્યુલન્સ ડિલિવરીનો કેસ લઈને જઈ રહી હતી. સુજલામ સુફલામ કેનાલમાં એક યુવતીએ કેનાલમાં પડતું મૂક્યુ હતું. જો કે આ ઘટનાને 108નો પાયલોટ જોઈ જતાં તેણે બ્રેક કરીને એમ્બ્યુલન્સ રોકીને 108ની ટીમે કેનાલમાં દોરડું નાંખતા તેણે પકડી લીધું હતું. બાદમાં 108ની ટીમે રેસ્ક્યૂ કરીને તેને બહાર કાઢીને પ્રાથમિક સારવાર આપી હતી. બાદમાં ડિલિવરી માટે અંદર રહેલી સગર્ભાને હોસ્પિટલ ખસેડી હતી.

શામળાજીની મેશ્વો નદીના 5 કિમીના પટમાં પ્રવેશ અને સ્નાન પર પ્રતિબંધ
ભિલોડાના શામળાજીમાં કારતક સુદ તેરસથી વદ એકમ સુધી યોજાતા મેળામાં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટવાની શક્યતા છે. જેથી કોરોના સંકમણ ફેલાવાની શક્યતા છે. જેને પગલે અરવલ્લી કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરને તેમને મળેલી સત્તાની રૂએ પ્રતિબંધ ફરમાવ્યા છે. જેમાં મેશ્વો નદીના પટમાં આવેલા નાગધરા કુંડમાં કોઇપણ વ્યકિત પ્રવેશ કે સ્નાન કરી શકશે નહી. નદીના પટના 5 કિમીના વિસ્તારમાં કોઇપણ વ્યકિત સ્નાન કરવા તેમજ ધાર્મિક કે અન્ય વિધિ કર્મ કરાવવા માટે નદીના પટમાં સ્નાન કરવા પર સંપૂણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

હવે પ્રાંતિજના ધારાસભ્યને કોરોનાનું સંક્રમણ લાગ્યું
ભાજપના પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ તેઓ હોમ ક્વોરન્ટીન થયા છે. સાથે જ તેમણે પોતાની સાથે છેલ્લા પંદર દિવસ દરમિયાન સંપર્કમાં આવનારા તમામ લોકોને તેમના ટેસ્ટ કરવા અને કોરોનાના લક્ષણો જણાય તો હોમ ક્વોરન્ટીન થવા માટે જણાવ્યું છે.

હિંમતનગરના વક્તાપુરના ખેડૂતનો આપઘાતના પ્રયાસ
હિંમતનગર તાલુકાના વક્તાપુરમાં આજે એક ખેડૂતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતે કેનાલમાંથી પાણી ખેંચવાના મશીનને સિંચાઈ વિભાગના અધિકારીઓએ દૂર કરતા જીવન ટૂંકાવવા પ્રયાસ કર્યો હતો. ખેડૂતે આપઘાતનો પ્રયાસ કરતા કેનાલ પર લોકોના ટોળેટોળો ઉમટી પડ્યા હતા. આ મામલો હિંમતનગર ગ્રામ્ય પોલીસ સુધી પહોંચ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser