ઉત્તર ગુજરાતની 3,95,400 હેક્ટરમાં વાવણી સાથે ઉનાળુ વાવેતર પૂર્ણ થયું છે. આ સાથે 2014ની સરખામણી ચાલુ સાલે 40,100 હેક્ટરમાં ઉનાળુ વાવેતર વિસ્તાર વધ્યો છે. જોકે, 5 જિલ્લાની સ્થિતિ જોઇએ તો, ઉત્તર ગુજરાતમાં માત્ર બનાસકાંઠા જિલ્લો જ એવો છે કે જેનો ઉનાળુ વાવેતર વિસ્તાર 33.28% વધ્યો છે. જ્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ 65.47% વાવેતર વિસ્તાર ઘટ્યો છે. તો મહેસાણામાં 23.71% અને પાટણમાં 21.03% વાવેતર વિસ્તાર ઘટ્યો છે. કૃષિ નિષ્ણાતોના મતે બનાસકાંઠામાં નર્મદા કેનાલના આધારે ઉનાળુ વાવેતર વિસ્તાર વધ્યો છે. તેમજ મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભૂગર્ભ જળના ઘટતા જતાં જળસ્તરના કારણે ઉનાળુ વાવેતર ઘટ્યું છે.
તો આ 8 વર્ષમાં વિવિધ પાકના વાવેતર વિસ્તારમાં પણ નોંધપાત્ર વધ- ઘટ જોવા મળી છે. જેમાં મગફળી, તલ, ડાંગરના વિસ્તારમાં વધારો થયો છે. જ્યારે મગ, શાકભાજી અને ઘાસચારા નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. બદલાયેલી પાક પેટર્નમાં મુખ્ય પાકોની સ્થિતિ જોઇએ તો મગફળીનું વાવેતર 84.31%, તલમાં 300% અને ડાંગરમાં 200% નો વધારો થયો છે. બીજી બાજુ મગનું 62.86%, શાકભાજીનું 65.44% અને ઘાસચારાનું 60.96% વાવેતર વિસ્તાર ઘટ્યો છે. ઉલ્લેખનિય છે કે, મહેસાણા જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલોમાં ઉનાળુ વાવેતર માટે પાણી આપવામાં આવે તો જ વાવેતર વધી શકે તેમ છે.
5 જિલ્લાનો કુલ વાવેતર વિસ્તાર | |||
જિલ્લો | 2014 | 2022 | વધ-ઘટ |
મહેસાણા | 52200 | 40000 | -12200 |
પાટણ | 25200 | 19900 | -5300 |
બનાસકાંઠા | 222000 | 295900 | 73900 |
સાકાં-અરવલ્લી 55900 | 19300 | -36600 | |
કુલ | 355300 | 395400 | 40100 |
(નોંધ : વાવેતર વિસ્તાર હેક્ટરમાં દર્શાવ્યો છે.) |
8 વર્ષમાં બદલાયેલી પાકની સ્થિતિ | |||
પાક | 2014 | 2022 | વધ-ઘટ |
ડાંગર | 0 | 200 | 2 |
મકાઇ | 1900 | 1100 | -42.11% |
મગ | 10500 | 3900 | -62.86% |
મગફળી | 15300 | 28200 | 0.8431 |
શાકભાજી | 40800 | 14100 | -65.44% |
ઘાસચારો | 99400 | 160000 | -60.96% |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.