તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:મહેસાણાની 160 સોસાયટીનું 2.35 લાખ લાઇટ બિલ પાલિકાએ ભર્યુ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 સોસા.માં ખોટવાયેલી LED નવી નખાઇ
  • 278 સોસા.એ યોજનાનો લાભ લેવા અરજી કરી

મહેસાણા શહેરની 160 ખાનગી સોસાયટીઓ અટલ સ્ટ્રીટલાઇટ યોજનામાં જોડાતાં તેનું રૂ. 2.35 લાખ સ્ટ્રીટલાઇટ બિલ પાલિકાએ ભર્યું છે. કુલ 278 ખાનગી સોસાયટીઓએ આ યોજનાનો લાભ લેવા અરજી કરી છે. મહેસાણા પાલિકાની અટલ સ્ટ્રીટલાઇટ યોજનામાં અત્યાર સુધી 278 ખાનગી સોસાયટીઓ જોડાઇ છે. જેના સ્ટ્રીટલાઇટ મીટર પાલિકાના નામે કરી બિલમાંથી મુક્તિ આપવા પાલિકામાં કરેલી અરજીઓ મંજૂર કરી મીટર પાલિકાના નામે કરવાની તજવીજ ચાલી રહી છે.

આ દરમિયાન, અત્યાર સુધી 160 જેટલી સોસાયટીઓના સ્ટ્રીટલાઇટ મીટર પાલિકાના નામે થયા પછી આવેલા પ્રથમ અને બીજા વીજબિલ પેટે કુલ રૂ.2.35 લાખ જેટલી રકમ ભરપાઇ કરાઇ છે. એટલે કે, 160 સોસાયટીને સ્ટ્રીટલાઇટ વીજબિલ ખર્ચમાંથી મુક્તિ મળી છે. કેટલીક સોસાયટીઓને આગામી બિલમાં મુક્તિ મળશે. તો કેટલીકની પ્રક્રિયા યુજીવીસીએલમાં પ્રક્રિયા હેઠળ હોઇ પૂર્ણ થયે પાલિકાના નામે વીજ બિલ ભરપાઇ શરૂ થશે. સોસાયટીઓની સ્ટ્રીટલાઇટ પાલિકા હસ્તક થયા પછી 15 સોસાયટીમાં અત્યાર સુધી એલઇડી ફોલ્ટની ફરિયાદ નોંધાઇ છે. જેમાં ખોટવાયેલી લાઇટ કાઢીને નવી એલઇડી નખાતાં ફરી અજવાળાં પથરાયાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો