તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:મહેસાણાના નિવૃત્ત પ્રોફેસર સાથે 2.30 કરોડની ઠગાઈ કરનારના જામીન રદ

મહેસાણા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ટેક્ષ ભરવો ન પડે તે માટે કેસ લડવાનું જણાવી ઇન્કમટેક્ષનું કામ કાજ સંભાળતા શખ્સે વિશ્વાસઘાત કરતાં ફરિયાદ નોંધાઈ હતી

મહેસાણામાં રહેતા પિલવાઇ કોલેજના નિવૃત્ત પ્રોફેસરને ઇન્કમટેક્ષ ઓફિસમાંથી ટેક્ષ ભરવા નોટિસ આવતા ટેક્ષ ભરવો ન પડે તે માટે કેસ લડવાનું જણાવી વિશ્વાસમાં લઈ અમદાવાદના શખ્સે રૂ.23011975 નું ફ્રોડ કર્યું હતુ.એ કેસમાં તેણે મુકેલી આગોતરા જામીન અરજી મહેસાણા કોર્ટે નામંજૂર કરી છે.

મૂળ વિજાપુરના કોલવડા ગેરીતાના અને મહેસાણા રાધનપુર રોડ આરૂષ આયકોન ફ્લેટ્સમાં રહેતા સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ પિલવાઇના 76 વર્ષિય નિવૃત્ત પ્રોફેસર પશાભાઇ ત્રિભોવનદાસ પટેલને ઇન્કમટેક્ષ ઓફિસમાંથી રૂ.19,23.550 ભરવા માટેની નોટિસ આવી હોઇ આ ટેક્ષ ન ભરવો પડે તે માટે કેસ લડવાનું કહી અમદાવાદના ગોતામાં રહેતા ઋુત્વિજ શૈલેશકુમાર રાવલે તેઓને વિશ્વાસ લીધા હતા.જેમાં આ કેસ મુંબઇ ટ્રાન્સફર થયેલ તેમ જણાવી વયસ્કનું પાનકાર્ડ, આધારકાર્ડ લઇ જઇ પાવર ઓફ એટર્ની કરાવી મુંબઇ ખાતે ખાતુ ખોલાવી આરટીજીએસ થી પૈસા જમા કરાવી તેમજ ચેકથી,એન.ઇ.એફ.ટી, સી.ડી.એસ.,શેરોના તથા રોકડા મળી કુલ રૂ. 23011975 મેળવી લીધા હતા.

શખ્સે દિલ્હી અને અમદાવાદની બેક શાખાના ખોટા ચેક આપી તેમજ ખોટા બોન્ડ બનાવી સિક્યોરિટી તરીકે પ્રિયંકા ઋુત્વિજ રાવલના અમદાવાદના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવડાવી વિશ્વાસમાં લઇ ખોટા દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરી ઠગાઇ કર્યાની મહેસાણા એડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી.આ કેસમાં આરોપી ઋત્વિજ શૈલેષકુમાર રાવલે મહેસાણા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.જેમાં સરકારી વકીલ પરેશભાઇ કે દવેએ દલીલ કરી કે ફરીયાદી સિનિયર સીટીઝન છે અને તેમનું ઇન્કમટેક્ષ લગતનું કામકાજ આરોપી ઋત્વિજ રાવલ સંભાળતા હતા.

બંન્ને એક બીજાને 15 વર્ષથી ઓળખે છે.જેમાં આરોપીએ તેની પત્નીની મદદ લઇ વયસ્ક સાથે ઠગાઇ કરી છે,તેમના જ ક્લાયન્ટ સાથે વિશ્વાસઘાત કરી ગંભીર ગુનો કર્યો છે તેમજ તપાસ ચાલુ છે ત્યારે આગોતરા જામીન અપાય તો એવીડન્સ ટ્રેમ્પર કરે તેવી શક્યતા હોઇ આગોતરા નામંજુર કરવા દલીલ કરી હતી.જેમાં એડીશલન ડિસ્ટ્રીક્ટ જજ એમ.ડી.પાન્ડેની કોર્ટે દલીલોના અંતે આરોપી ઋુત્વિજ રાવલના આગોતરા જામીન અરજ ના મંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...