તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:મહેસાણામાં 22, વિસનગરમાં 19, ઊંઝામાં 8, કડીમાં કોરોનાના 2 કેસ

મહેસાણા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મહેસાણામાં 5 વર્ષીય બાળકને કોરોના, 2 દર્દી સાજા થયા

જિલ્લામાં સતત ચોથા દિવસે 50થી વધુ કોરોના કેસ નોંધાયા છે. રવિવારે આવેલા 56 કેસમાં સૌથી વધુ મહેસાણા શહેરમાં 17 અને વિસનગર શહેરમાં 15 કેસ છે. મહેસાણાના રાધનપુર રોડ પર રહેતું 5 વર્ષનું એક બાળક પણ સંક્રમિત થયું છે. મહેસાણા શહેર-તાલુકામાં 22, વિસનગરમાં 19, ઊંઝામાં 8, કડીમાં 2, વડનગર, ખેરાલુ, સતલાસણા, વિજાપુર અને બહુચરાજી તાલુકામાં 1-1 કેસ નોંધાયો છે. જેમાં 22 મહિલા છે. 50થી ઓછી વયના 41 અને 15 લોકો 50થી વધુ વયના છે.

પાટણના સાંસદ અને ખેરાલુ તાલુકાના ડભોડા ગામના વતની ભરતસિંહ ડાભીએ રવિવારે તબિયત નાદુરસ્ત લાગતાં ખેરાલુ અર્બન હેલ્થ સેન્ટરમાં કરાવેલો કોરાના ટેસ્ટ પોઝિટિવ આવતાં યુ.એન. મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે દાખલ થયા છે. ભરતસિંહે 20 માર્ચે રસીનો પ્રથમ ડોઝ લીધો હતો, જેના 14 દિવસ પછી કોરાના પોઝિટિવ આવ્યા છે. સંક્રમિતોને આરોગ્ય તંત્ર દ્વારા આઇસોલેટ કરી સારવાર શરૂ કરી સંપર્કમાં આવેલાના સેમ્પલ લેવા તજવીજ કરી છે. રવિવારે શહેરી વિસ્તારોમાં 37 અને ગ્રામ્ય વિસ્તારોમાં 19 કેસ હતા. 2 દર્દી સાજા થયા હતા. જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 515એ પહોંચી છે. તો 514 લોકોના સેમ્પલ લેવાયા હતા.

એપ્રિલમાં સૌથી વધુ કેસ આવી શકે છે, સહેજ પણ લાપરવાહી ન રાખો
અગાઉના અનુમાન મુજબ માર્ચમાં ફરી પીકઅપ શરૂ થઇ છે. જે આગામી જૂન મહિના સુધી ચાલશે તે પછી પણ કેસ ચાલુ રહેશે. એપ્રિલમાં સૌથી વધુ ગતિ કોરોના મહામારીની રહી શકે છે, લોકોએ સહેજ પણ લાપરવાહી રાખવી જોઇએ નહીં. > ડો.સંદીપ પટેલ, ધારપુર સિવિલ હોસ્પિટલમાં કોવિડના સૌથી વધુ કેસમાં સારવાર કરનાર ફિઝિશિયન

મહેસાણામાં કોરોના વિસ્ફોટ છતાં બજારમાં સામાજિક અંતર જાળવણીનો સદંતર અભાવ, અમલની વાતો કરતું તંત્ર ઊંઘી ગયું
મહેસાણા શહેરમાં ચાર દિવસથી સતત રોજેરોજ 50થી વધુ નવા કોરોના સંક્રમિત વધી રહ્યા છે. છતાં બજારમાં માસ્ક પહેરવું અને સામાજિક અંતર જાળવી રાખવાની સાવચેતીમાં ઉદાસીનતા જોવા મળી રહી છે. રવિવારે ફુવારા સર્કલ રોડ પર ભરાતા ગુર્જરી બજારમાં કોરોના સાવચેતી રાખ્યા વગર ખરીદીમાં લોકોની ભીડ જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો