તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેસાણા નગરપાલિકાના 11 વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસની સત્તા હાંસલ કરવા મજબૂત ઉમેદવારોની શોધ અંતિમ તબક્કામાં છે. ત્યારે ભાજપ-કોંગ્રેસમાંથી ગત ટર્મમાં જીતેલા નગરસેવકોએ પણ ટિકિટ માટે દાવેદારી કરતાં રીતસર ખેંચમતાણ શરૂ થઇ છે. ભાજપના ગત ટર્મના 12 મળી 25 પૂર્વ નગરસેવકોએ મોટી સંખ્યામાં ટેકેદારો અને જીતના મતો મુઠ્ઠીમાં હોવાનું ચિત્ર બતાવી ટિકિટ માટે દાવેદારી કરી છે. તો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા 4 નગરસેવકો પણ ટિકિટની લાઇનમાં છે. બીજી બાજુ, કોંગ્રેસના ગત ટર્મના 19 પૈકી 10 સભ્યોએ ટિકિટ મેળવવા કમર કસી છે. જેમાં નગરસેવિકા શોભનાબેન ઠાકોરે તેમની જગ્યાએ પુત્ર અનિલ ઠાકોર માટે ટિકિટ માગી છે. જ્યારે કેટલાકે હજુ બાયોડેટા આપ્યો નથી, પરંતુ મનથી ચૂંટણી લડવા ઘૂઘરા બાંધી દીધા હોવાનો માહોલ જોવા મળ્યો છે. નોંધનીય છે કે, ગત ચૂંટણીમાં કોંગ્રેસના 29 પૈકી 10 સભ્યો બળવો કરી ભાજપમાં જોડાયા હતા.
ચૂંટણી તો આવે ને જાય... શહેરમાં ગટરો ઊભરાવાની સમસ્યા ઠેરની ઠેર
મહેસાણા શહેરમાં સોમવારે સાંજે અર્બન બેંક રોડ પર ગટર ઉભરાતાં રોડ પર રેલાયેલા પાણીથી વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી પડી હતી. હાઈવેથી અર્બન બેંક તરફ જતા રોડના વળાંક સુધી ગટરનું પાણી ફરી વળ્યું હતું. શહેરની આ સમસ્યા ચૂંટણી આવે ને જાય પણ હજુ સુધી ઉકેલાઇ નથી. ત્યાં વધુ એક ચૂંટણી આવી ગઇ છે.
પુન: ટિકિટ માગનારા ભાજપના નગરસેવકો
પુન: ટિકિટ માગનારા કોંગ્રેસના નગરસેવકો
ભાજપના 3 નિયમોથી સિનિયરો અકળાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપમાં દાવેદારોની લાઇનો લાગી છે, ત્યારે ભાજપે 60 વર્ષ ઉપરનાને ટિકિટ નહીં, સંગઠનના હોદ્ેદાર કે તેમના સગાને ટિકિટ નહીં તેમજ જે કોર્પોરેટર કે તાલુકા-જિલ્લા પંચાયત સદસ્યની 3 ટર્મ પૂર્ણ થઇ હોય તેને ટિકિટ નહીં આપવા નિર્ણય લીધો છે. આ 3 નિયમોથી દેખીતી રીતે ટિકિટમાં કપાતાં સિનિયરો અકળાયા છે. તો નવા નિશાળિયા મલકાયા છે.
અગાઉ કોંગ્રેસમાંથી ચૂંટણી લડનારા હવે ભાજપના શરણે
મહેસાણા પાલિકામાં ગત ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટાઇને ભાજપમાં પલટી મારનારા 10 પૈકી 4 નગરસેવકોએ ભાજપમાંથી ટિકિટ માંગી છે. તે પૈકીના એક પૂર્વ નગરસેવક ભાજપના નિયમમાં બંધ બેસતા ન હોઇ ચૂંટણી લડી શકે તેમ નથી.
પૂર્વ પ્રમુખ નિમીષાબેન પટેલે કહ્યું, કોંગ્રેસમાં મારી વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આવી ત્યારથી જ નક્કી કર્યું હતું કે હવે કોઇ ચૂંટણી નહીં લડું
કોંગ્રેસમાં ટિકિટ માટે બાયોડેટા બાદ હવે સેન્સ પ્રક્રિયા : આજે મહેસાણામાં બેઠક
મહેસાણા પાલિકાના 11 વોર્ડમાં ભાજપ સામે મજબૂત ઉમેદવારો ઉતારવા કોંગ્રેસે બાયોડેટાને આધારે પેનલ બનાવ્યા બાદ હવે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. માનવ આશ્રમ ચોકડી પાસે ચિરાગ પ્લાઝા સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મંગળવારે બપોરે 11 વાગે નિરીક્ષકો બાયડ ધારાસભ્ય જશુભાઇ પટેલ અને પ્રદેશ મહામંત્રી ભરતસિંહ વાઘેલા તેમજ શહેર પ્રમુખ પી.કે. પટેલની ઉપસ્થિતિમાં પાલિકાના દાવેદારોની સેન્સ લેવાશે.
વિસનગરમાં મળેલી કોંગ્રેસની સંકલન બેઠક પડી ભાગી
કોંગ્રેસની નગરપાલિકા સાથે તાલુકા, જિલ્લા પંચાયતના ઉમેદવારોની પેનલ તૈયાર કરવા વિસનગરની દર્શન હોટલમાં સંકલન બેઠક મળી હતી. પરંતુ કયો ઉમેદવાર ચાલે અને કયો નહીં તે મુદ્દે મોડી રાત સુધી ચાલેલી ચર્ચા વચ્ચે પેનલ ન બનાવી શકતાં પુન: સંકલન બેઠક મળનાર છે. વિવાદ ટાળવા દાવેદારો પાસેથી બાયોડેટા લઇ સંકલન સમિતિને જવાબદારી સોંપી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.