એનાલિસીસ:મે માસમાં 22 દિવસ ગરમીના રહ્યા,8 દિવસ માથાફાડ ગરમી પડી : 21 મે 44.9 ડિગ્રી ગરમી 10 વર્ષનો રેકોર્ડ

મહેસાણા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 20 મે 2016નું 48 ડિગ્રી તાપમાન ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ગરમીનો રેકોર્ડ

ઉત્તર ગુજરાતમાં ચાલુ મે મહિનામાં દિવસનું ઓછામાં ઓછું તાપમાન 39.4 ડિગ્રી, જ્યારે ઉંચામાં ઉચુ તાપમાન 44.9 ડિગ્રી રહ્યું છે. જે પૈકી માત્ર 9 દિવસ ગરમીનો પારો 41 ડિગ્રીથી નીચે રહ્યો છે. તેમજ તાપમાન 41 ડિગ્રીથી પાર રહેતાં 22 દિવસ આકરી ગરમી વચ્ચે પસાર થયા છે. 22 દિવસ પૈકી 8 દિવસ માથુ ફાડી નાખે તેવી ગરમી અનુભવાઇ હતી. 3 દિવસ તો ગરમીનો પારો 44 ડિગ્રીને પાર રહેતાં તે આખી ઉનાળુ સિઝનના સૌથી ગરમ દિવસો સાબિત થયા છે. બીજી બાજુ ગરમીના રેકોર્ડની વાત કરીએ તો, ગત 21 મેએ નોંધાયેલું 44.9 ડિગ્રી તાપમાન છેલ્લા 10 વર્ષમાં ચોથી વખત સૌથી વધુ ગરમીનો રેકોર્ડ બન્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016ની 20 મેએ નોંધાયેલું 48 ડિગ્રી તાપમાન ઉત્તર ગુજરાતની સૌથી વધુ ગરમીનો રેકોર્ડ છે.  
જૂનના પ્રથમ સપ્તાહમાં ઉ.ગુ. વાદળછાયું રહેશે
ઉત્તર ગુજરાતમાં શનિવારે લો-પ્રેશરની સ્થિતિ બદલાઇને સામાન્ય થતાં છેલ્લા 4 દિવસથી ઉત્તર ગુજરાતમાં સર્જાયેલું ધૂળનું સામ્રાજ્ય હટ્યું હતું. આ સાથે ભારે ઉકળાટથી આંશિક રાહત થઇ હતી. 24 કલાક બાદ શનિવારે ગરમી એક ડિગ્રી સુધી વધી હતી. જેને લઇ મહેસાણાનું 40.7 (+0.7), પાટણનું 40.5 (+0.8), ડીસાનું 40.2 (+0.7), ઇડરનું 41.0 (+1.0) અને મોડાસાનું 40.5 (+0.6) ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જૂનના પ્રથમ સપ્તાહમાં ઉ.ગુ. વાદળછાયું રહેશે. આ દરમિયાન હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે.

એપ્રિલ- મે માસની ગરમી    

તાપમાન   એપ્રિલ   મે
41 થી 41.9 ડિગ્રી06    07
42 થી 42.9 ડિગ્રી02    07
43 થી 43.9 ડિગ્રી 03    05
44 ડિગ્રીથી વધ 00    03
કુલ 11    22

(નોંધ : આંકડાકીય માહિતી દિવસમાં) 
  


   
               

અન્ય સમાચારો પણ છે...