મહેસાણામાં 4 શંકાસ્પદ કેસ:લમ્પીથી બનાસકાંઠામાં 22,પાટણમાં 5 પશુનાં મોત

મહેસાણા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેરાલુમાં 2 અને વિજાપુર-ઊંઝામાંથી 1-1 મળી સેમ્પલ લેવાયા
  • અત્યાર સુધીમાં​​​​​​​ રસીકરણના 70 હજાર ડોઝ મળ્યા, વધુ 1 લાખની ડોઝની માંગ કરાઇ

મહેસાણા જિલ્લામાં શનિવારે લમ્પી વાયરસના 4 શંકાસ્પદ સેમ્પલ લઇ પરિક્ષણ અર્થે લેબમાં મોકલાયા છે. સદનસીબે જિલ્લામાં અત્યાર સુધીમાં લમ્પી વાયરસનો એક પણ એક્ટીવ મળ્યો નથી. તેમજ 25500 જેટલા પશુઓને એન્ટી ડોઝ અપાઇ ચૂક્યો છે. જિલ્લા પશુપાલન અધિકારી ડો.વી.એન.મકવાણાએ જણાવ્યું હતું કે, શનિવારે ખેરાલુ તાલુકામાં 2 તેમજ વિજાપુર અને ઊંઝા તાલુકામાંથી 1-1 મળી કુલ 4 શંકાસ્પદ સેમ્પલ લઇ પરિક્ષણ માટે લેબમાં મોકલાયા છે.

અત્યાર સુધીમાં 70 હજાર એન્ટી ડોઝ મળી ચૂક્યા છે, તે પૈકી 25500 પશુઓને એન્ટી ડોઝ અપાઇ ચૂક્યો છે. વધુ 1 લાખ એન્ટી ડોઝની માંગ કરાઇ છે. બીજી બાજુ જિલ્લાની 21 ગૌ શાળા અને પાંજરાપોળના 7300 ગાયને એન્ટી ડોઝ આપવાની કામગીરી ચાલી રહી છે. જે સોમવાર સુધીમાં પૂર્ણ થઇ જશે. ​​​​​​

બનાસકાંઠા જિલ્લામાં લમ્પીના કેસમાં સતત વધારો થતાં વધુ 349 ગામમાં 713 કેસ નોંધાયા હતા.જ્યારે વધુ 22 ગાયોના મોત નિપજ્યા હતા.જ્યાં ડીસા 24, કાંકરેજ 40, વાવ 54, થરાદ 65, ભાભર 33, દિયોદર 41, ધાનેરા 26, સુઈગામ 33 અને લાખણીમાં 31 કેસ નોંધાતા જિલ્લામાં અત્યાર સુધી જિલ્લામાં કુલ 5217 કેસ નોંધાઈ ચુક્યા છે.જ્યારે 22 ગાયોના મોત સાથે કુલ 143 ગાયો મોતને ભેટી હતી.

પાટણ જિલ્લામાં બે દિવસમાં લમ્પીના 145 કેસ મળ્યા હતા. અને 8ના મોત થયા હતા. માત્ર પાંચ દિવસમાં 22 પશુઓનાં મોત થતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. પાટણ જિલ્લામાં શુક્રવારે અત્યાર સુધીમાં સૌથી વધુ એક જ દિવસમાં લમ્પીના 90 કેસ મળ્યા હતા. અને પાંચના મોત થયા હતા. જેમાં ઝઝામ ગામમાં 2, દાત્રાણા ગામમાં 1 અને શબ્દલપુરા ગામમાં બે ગાયના મોત થયા હતા. જ્યારે શનિવારે 18 ગામોમાંથી વધુ 55 કેસ મળ્યા છે. રાધનપુર તાલુકાના શબ્દલપુરા ગામમાં 3 મોત થયા છે.

અન્ય સમાચારો પણ છે...