ઉત્તરાયણ પહેલાં જિલ્લા પોલીસે પ્રતિબંધિત ચાઈનિઝ દોરીનું વેચાણ અટકાવવા કડક કાર્યવાહી શરૂ કરી છે. જેમાં કડી ભાઉપુરામાંથી રૂ.24 હજારના 120 રીલ, ભટારિયા ગામેથી રૂ.12 હજારના 60 રીલ તેમજ કરબટિયાથી રૂ.3900ના 39 રીલ સાથે 3 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.કડી પીએસઆઈ જે.એમ. ગેહલાવતે સોમવારે સાંજે શહેરના ભાઉપુરા સ્થિત આરતી એપાર્ટમેન્ટ પાસે રેડ કરી ચાઈનિઝ દોરીના રૂ.24 હજારના 120 રીલ સાથે પટેલ કેતુલ નિતેશભાઈ (રહે. ક્રિષ્ના ફ્લેટ, રામજી મંદિર પાછળ, નાની કડી)ને ઝડપી લીધો હતો.
જ્યારે વડનગર પોલીસે તાલુકાના કરબટિયા ગામનો મુકેશ પરસોત્તમદાસ પટેલ ઘરે ચાઈનિઝ દોરી વેચતો હોવાની બાતમી આધારે રેડ કરી રૂ.3900ની દોરીના 39 રીલ સાથે ઝડપી લીધો હતો. તો પેટ્રોલિંગમાં નીકળેલી સાંથલ પોલીસ મથકના પીએસઆઇ એ.કે. વાઘેલા અને ટીમે ભટારિયા બસ સ્ટેશન પાસેથી જોટાણાના ઇન્દિરાનગરમાં રહેતા ચિરાગ દિલીપભાઈ ચાવડાને ચાઈનિઝ દોરીના રૂ.12 હજારની કિંમતના 60 રીલ સાથે ઝડપી લઇ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી. ઉતરાયણના તહેવારને પગલે સમગ્ર જિલ્લામાં ચાઈનિઝ દોરીનો બેફામ વેપલો થઈ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.