ઉમેદવારોની પસંદગી:જિલ્લાની 7 વિધાનસભા બેઠકો પર 214 દાવેદાર

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા જિલ્લામાં ભાજપે પોતાના ઉમેદવારોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી
  • સમર્થકોએ કેટલીક બેઠકો ઉપર માત્ર એક કે બે જ ઉમેદવારોને ટિકિટ આપવાનું રટણ કર્યું

મહેસાણા જિલ્લા ની સાત વિધાનસભા બેઠકો ઉપર ભાજપે પોતાના ઉમેદવારો પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. 27 અને 28 ઓક્ટોબર બે દિવસ સુધી ચાલેલી આ સેન્સ પ્રક્રિયામાં સાત વિધાનસભામાં ચૂંટણી લડવા ઈચ્છુક 214 જેટલા મુરતિયાઓએ પોતાનો બાયોડેટા આપીને દાવેદારી નોંધાવી છે કે 2017માં ગણ્યા ગાંઠયા દાબેદારોની સામે આ વખતે 2022ની ચૂંટણીમાં ઉમેદવારોનો જાણે કે રાફડો ફાટ્યો છે.

27 અને 28 ઓક્ટોબર દ્વારા પ્રદેશ ભાજપ દ્વારા મૂકવામાં આવેલા પૂર્વ મંત્રી માયાબેન કોડનાની પ્રદેશ સંયોજક ડો.અનિલભાઈ પટેલ અને સાંસદ મિતેશભાઈ પટેલ ત્રણ નિરીક્ષકો દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે મહેસાણા સહિતની સાથે 7 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં આ વખતે પણ નિરીક્ષકો એ સૌપ્રથમ ઉમેદવારોને સાંભળ્યા હતા.

કેટલીક બેઠકો ઉપર તો સમર્થકો દ્વારા માત્ર એક કે પછી બે જ ઉમેદવારો ના નામ મૂકીને તેમને ટિકિટ આપવાનું રટણ ચાલુ રાખ્યું હતું વિધાનસભાની બેઠક વાઇઝ વાત કરીએ તો મહેસાણા માં ભાજપ જેમનો બીજો વિકલ્પ શોધી રહી છે તેવા નીતિનભાઈ પટેલે પણ ફરી એકવાર પોતાની દાવેદારી રજૂ કરી હતી.

વિજાપુર વિધાનસભામાં વર્ષો પૂર્વે કોંગ્રેસમાંથી ધારાસભ્ય બનેલા નરેશ રાવલ સતત બે ટર્મ સુધી ધારાસભ્ય પદ ભોગવી ચૂકેલા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ 2012માં કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા પીઆઈ પટેલ અને પાતળી સરસાઈ થી 2017 માં ધારાસભ્ય થયેલા રમણભાઈ પટેલની સાથે સામાજિક આગેવાન સુરેશભાઈ પટેલે પણ પોતાની દાવેદારી નોંધાવી છે.

બીજી તરફ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં થી ચૂંટાયેલા આશાબેન ના મૃત્યુ બાદ ખાલી પડેલી ઊંઝા બેઠક પર કડી બાદ સૌથી વધુ 45 જેટલા દાવેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે જેમાં ઊંઝા સિવાય આ મતવિસ્તારમાં સમાવિષ્ટ વડનગરના સ્થાનિક ઉમેદવારોએ પણ આ વખતે ટિકિટની માંગણી કરી છે.

જિલ્લાની સાત વિધાનસભા બેઠકો ઉપર ત્રણ નિરીક્ષકો પૈકી એક પ્રદેશ સંયોજક ડૉક્ટર અનિલ પટેલે જણાવ્યું હતું કે પાર્ટી વિશાળ છે એટલે ઉમેદવારો પણ વધારે આવ્યા છે આ વખતે ઉમેદવારો નો રાફડો ફાટી નીકળ્યો હોવા અંગે 2017માં પણ આટલા જ ઉમેદવારો હતા નું ઉમેરી જીતી શકે તેવા મજબૂત ઉમેદવારો અંગે જિલ્લાના હોદ્દેદારો સાથે સંકલન કરી ચર્ચા જરૂર કરાઇ છે પરંતુ સાથે વિધાનસભાની બેઠકો પર આવેલા નાનામાં નાના દાવેદાર નું નામ પ્રદેશ સુધી પહોંચાડવામાં આવશે.

ભાજપે ઉ.ગુ.માં અહીં પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરી.....\

પાટણ31
બનાસકાંઠા267
સાબરકાંઠા104
અરવલ્લી84

આ વિધાનસભા બેઠક ઉપર આટલા ઉમેદવારો

વિસનગર19
કડી55
ઊંઝા45
ખેરાલુ25
બેચરાજી22
વિજાપુર23
મહેસાણા25
કુલ 214

મહેસાણા વિધાનસભાના આ છે મુખ્ય દાવેદારો
{નીતિનભાઈ પટેલ વર્તમાન ધારાસભ્ય
{નટુજી ઠાકોર પૂર્વ સંસદ સભ્ય
{ગિરીશ રાજગોર પૂર્વ પાલિકા પ્રમુખ
{કાંતિભાઈ પટેલ
{કેશુભાઈ પટેલ

ખેરાલુ વિધાનસભાના મુખ્ય દાવેદારોના નામ
{અજમલજી ઠાકોર વર્તમાન ધારાસભ્ય
{રામાજી ઠાકોર પાટણ સંસદ સભ્ય ના ભાઈ
{જયરાજસિંહ પરમાર કોંગ્રેસમાંથી આવેલા
{સરદારભાઈ ચૌધરી
{રમીલાબેન દેસાઈ પૂર્વ ધારાસભ્ય

બહુચરાજી વિધાનસભાના મુખ્ય દાવેદારો
{રજનીભાઈ પટેલ પ્રદેશ મહામંત્રી ભાજપ
{કિરીટભાઈ પટેલ દેવગઢ
{કાનજીભાઈ દેસાઈ ઉપપ્રમુખ મહેસાણા નગરપાલિકા
{ભગાજી ઠાકોર મહામંત્રી જિલ્લા ભાજપ
{અંબાલાલ ઠાકોર ઉપપ્રમુખ જિ.પં.

વિજાપુર વિધાનસભાના મુખ્ય ઉમેદવારો
{નરેશ રાવલ પૂર્વ ગૃહ મંત્રી
{કાંતિભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય
{પીઆઈ પટેલ પૂર્વ ધારાસભ્ય
{રમણભાઈ પટેલ વર્તમાન ધારાસભ્ય
{સુરેશભાઈ પટેલ સામાજિક આગેવાન
{નીતિન પટેલ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ

કડી વિધાનસભાના દાવેદારો
{કરસનભાઈ સોલંકી વર્તમાન ધારાસભ્ય
{પ્રહલાદ પરમાર જિ.પં. પ્રમુખ
{ઈશ્વર મકવાણા પૂર્વ મંત્રી
{ભાવેશ ચાવડા એડવોકેટ
{અશોક પરમાર સદસ્ય કડી નગરપાલિકા

ઊંઝા વિધાનસભાના દાવેદારો
{દિનેશભાઈ પટેલ ચેરમેન APMC
{કેશુભાઈ પટેલ વાઇસ ચેરમેન મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક
{સીતાબેન પટેલ તા.પં.પ્રમુખ
{MS પટેલ પ્રદેશ ઉપપ્રમુખ ભાજપ
{રીંકુબેન પટેલ પ્રમુખ ઊંઝા નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...