તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેસાણા નગરપાલિકાની ચૂંટણીમાં હજુ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઇ નથી. પરંતુ ફોર્મ માટેની પૂર્વ તૈયારીઓ ચૂંટણી લડવા ઇચ્છુકોએ કરી લીધી છે. જેમાં ફોર્મ ભરતી વખતે જરૂરી દસ્તાવેજોનું લિસ્ટ બનાવી એકઠા કરી રહ્યા છે. ઉમેદવારી માટે જરૂરી દસ્તોવેજો પૈકી નગરપાલિકાના કોઇ લ્હેણાં બાકી ન હોવાનું પ્રમાણપત્ર પણ ઉમેદવારોએ રજૂ કરવાનું હોય છે. ત્યારે છેલ્લા અઠવાડિયાથી મહેસાણા પાલિકામાં કોઇ ટેક્ષ, લ્હેણાં ભરવાના બાકી નથી તેવું નો-ડ્યુ સર્ટી મેળવવા માટે ચૂંટણી લડવા ઉત્સુકોના આંટાફેરા વધી ગયા છે. અત્યાર સુધીમાં પાલિકામાં કોઇ લ્હેણાં બાકી ન હોવાના 213 પ્રમાણપત્ર ઇસ્યુ થઇ ચૂક્યાં છે અને હજુ આ સર્ટિ કઢાવવા લાઇન લાગી છે.
બીજી તરફ ચૂંટણીમાં ઉમેદવારી માન્ય રહે તે માટે તેમના ઘરે શૌચાલયની સુવિધા હોવી ફરજિયાત કરવામાં આવી છે. ત્યારે નગરપાલિકામાં વ્યક્તિગત શૌચાલયના પ્રમાણપત્ર માટે ટીપી શાખામાં દાવેદારોની અરજીઓનો થોક ખડકાયો છે. બે દિવસમાં શૌચાલયના 14 પ્રમાણપત્રો ઇસ્યુ થયા છે, બુધવારે બપોર સુધીમાં વધુ 80 અરજીઓ આવી હતી. જેને લઇ ટાઉન પ્લાનિંગ શાખાની ટીમ અરજદારોના ઘરે શૌચાલય છે કે નહીં તેની ચકાસણીના કામે લાગી છે અને ચકાસણી બાદ જ પ્રમાણપત્ર ઇસ્યુ કરાતાં હોવાનું શાખાના સૂત્રોએ જણાવ્યું હતું.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.