જિલ્લામાં ધીમી વાવણી:1.72 લાખ હેક્ટરના અંદાજ સામે 36518 હેક્ટરમાં 21.12% શિયાળુ વાવેતર થયું

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ વિસનગરમાં 37.84% અને સૌથી ઓછી વિજાપુરમાં 2.89% વાવણી

મહેસાણા જિલ્લાની 1,72,902 હેક્ટર જમીનમાં શિયાળુ વાવણી થવાનો અંદાજ મુકાયો છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં જિલ્લાની 36,518 હેક્ટર જમીનમાં વાવણી પૂરી થઇ ચૂકી છે. એટલે કે, સિઝનના અંદાજ સામે 21.12% વિસ્તારમાં વાવણી થઇ શકી છે. જેમાં સૌથી વધુ 18,646 હેક્ટરમાં રાઇનું વાવેતર થયું છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લા સૌથી વધુ વાવણી વિસનગર તાલુકામાં 37.84% અને સૌથી ઓછી વિજાપુર તાલુકામાં 2.89 % થઇ છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં થયેલી 36,518 હેક્ટર જમીનમાં વાવણીની પાક વાર સ્થિતિ જોઇએ તો, સૌથી વધુ 18,646 હેક્ટરમાં રાઇનું વાવેતર થઇ ચૂક્યું છે. ઉપરાંત, ઘાસચારાનું 12,133 હેક્ટરમાં, શાકભાજીનું 2096 હેક્ટરમાં, વરિયાળીનું 1004 હેક્ટરમાં, ઘઉંનું 407 હેક્ટરમાં, તમાકુનું 210 હેક્ટરમાં, ચણાનું 173 હેક્ટરમાં, મકાઇનું 132 હેક્ટરમાં, બટાકાનું 97 હેક્ટરમાં, સવાનું 68 હેક્ટરમાં, જીરૂનું 45 હેક્ટરમાં, ધાણાનું 36 હેક્ટરમાં, લસણનું 36 હેક્ટરમાં, ડુંગળીનું 2 હેક્ટરમાં અને અન્ય પાકનું 1433 હેક્ટરમાં વાવેતર થયું છે.

10 તાલુકામાં વાવેતરની સ્થિતિ

તાલુકોઅંદાજથયેલ વાવણીટકાવારી
બહુચરાજી15122453129.96%
જોટાણા6528235236.03%
કડી23699441918.64%
ખેરાલુ14409482433.48%
મહેસાણા28451532818.73%
સતલાસણા9624116912.15%
ઊંઝા13201274720.81%
વડનગર12002278623.21%
વિજાપુર300688702.89%
વિસનગર19798749237.84%
કુલ1729023651821.12%

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...