તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત કરાયેલા કોવિડ સેન્ટરમાં 211 દર્દી સારવાર હેઠળ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓને ગામમાં જ સારવાર ઉપલબ્ધ બની

મહેસાણા જિલ્લા માં કોરોના કહેર સતત વધી રહ્યો છે જેમાં રોજ ના 400 થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે જિલ્લા ની મોટા ભાગ ની કોવિડ હોસ્પિટલમાં હાલ માં કોરોન દર્દીઓ સારવાર હેઠળ છે જેથી હાલ માં તમામ બેડ પણ પેક હોવાના કારણે ગામડાઓ ના દર્દીઓ ને શહેરી વિસ્તારોમાં આવેલી હોસ્પિટલો માં ધક્કા ના ખાવા પડે એના માટે મહેસાણા જિલ્લા ના 600 થી વધુ ગામડાઓ માં કોવિડ સેન્ટર બનાવવાની વાત તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે.

મહેસાણા જિલ્લા માં ગામડાઓ માં સતત કોરોન ગ્રહણ લાગી ગયું છે તો કેટલાક ગામડાઓ માં કોવિડ સેન્ટર શરૂ પણ કરી દેવામાં આવ્યા છે જેમાં હાલ ગામડા ના કોરોના પોઝિટિવ દર્દીઓ ગામ ના જ કોવિડ સેન્ટર માં સારવાર લઇ શકે અને સંક્રમણ વધુ ના ફેલાય એના માટે ગામડાઓ માં વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.

મહેસાણા જિલ્લામાં આવેલ પંચોટ ગામ ખાતે કોવિડ સેન્ટર ઉભી કરવામાં આવ્યું છે જ્યાં 20 માંથી 5 બેડ માં હાલ દર્દી સારવાર લઇ રહ્યા છે જેમાં પંચોટ ખાતે 9 દર્દીઓ ઓક્સિજન વાડા જોવા મળે છે તાલુકા માં આવેલા લાઘણજ માં કોવિડ સેન્ટર માં 20 બેડ ની સગવડ છે જેમાંથી 6 દર્દી હાલ સારવાર હેઠળ છે અને કુકરવાડ માં પણ 25 બેડ માંથી 16 દર્દી ગામ માં જ સારવાર લઈ રહ્યા છે ત્યારે ગીતાનજલી સી.સી કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે જ્યાં 100 બેડ માંથી 13 દર્દી સારવાર લઈ રહ્યા છે.

મહેસાણા જિલ્લા ના અલગ અલગ ગામડાઓ માં સૂત્રો ના જણાવ્યા પ્રમાણે 211 કોરના પોઝિટિવ ના દર્દીઓ પોતાન ગામ માં જ સારવાર લઈ રહ્યા છે. જિલ્લા ના ગામડાઓ ગામ ના આગેવાનો ના સહયોગ ના કારણે અમુક ગામો માં પહેલા થીજ સાવચેતી ના પગલાં લેવામાં આવ્યા હતા જેમાં ગામ માં સક્ષમ લોકો પણ હાલ કોરોના માહોલ માં પોતાના ગામ માં કોરોના ને લઈને મદદ રૂપ બન્યા છે જેમાં પંચોટ ખાતે આવેલ કોવિડ સેન્ટર માં દાતા ના મદદ થી ઓક્સિજન સિલિન્ડ વસાવવામાં આવ્યા છે ત્યારે લાઘણજ ગામ માં અને કુકરવાડ માં હાલ કોવિડ ની સારી એવી વ્યવસ્થા ઉભી કરવસમાં આવી છે અને ગામ લોકો પણ મદદ રૂપ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...