કોવિડ રસીકરણ:જિલ્લામાં હજુ 2.08 લાખ લોકો રસી લીધા વિના ફરી રહ્યા છે

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા જિલ્લામાં 86.8 ટકાએ પ્રથમ અને 68.3 ટકાએ બંને ડોઝ લીધા
  • ડોર ટુ ડોર રસીકરણ ઝુંબેશ છતાં 18 વર્ષથી વધુ વયમાં 13.2 ટકાએ પ્રથમ ડોઝ અને 31.7 ટકાએ બીજો ડોઝ લેવાનો બાકી
  • 11 મહિનામાં 23.14 લાખનું રસીકરણ

મહેસાણા જિલ્લામાં 11 મહિનામાં કુલ કોવિડ રસીકરણ 23.14 લાખે પહોંચ્યું છે. જેમાંથી 13.75 લાખને પહેલો ડોઝ, જ્યારે 9.39 લાખને બંને ડોઝ અપાઇ ચૂક્યા છે. 18 વર્ષથી વધુ વયની વસ્તીમાં 86.8 ટકા પહેલા ડોઝનું અને 68.3 ટકા બંને ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. જિલ્લામાં 18 વર્ષથી ઉપરની વસ્તી 15.83 લાખ છે એટલે કે હજુ 2.08 લાખ લોકો પ્રથમ ડોઝ લીધા વગર ફરી રહ્યા છે. આ લોકો ત્રીજી લહેર માટે જોખમી બની શકે છે.

જિલ્લામાં 25 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધીના છેલ્લા 19 દિવસમાં થયેલા રસીકરણ પર નજર કરીએ તો, 13199 લોકોએ પ્રથમ ડોઝ (0.8 ટકા) લીધો છે, જ્યારે 1,06,521 લોકોએ બીજો ડોઝ (7.1 ટકા) લીધો છે. પ્રથમ ડોઝ બાદ સમયસર બીજો ડોઝ લેવામાં રેશિયો વધી રહ્યો છે, પણ હજુ બિલકુલ ડોઝ ન લીધો હોય એવા પ્રથમ ડોઝ લેવામાં ઉદાસીન છે. જિલ્લામાં 18 વર્ષથી વધુ વયમાં હજુ 13.2 ટકાએ પ્રથમ ડોઝ અને 31.7 ટકાએ બીજો ડોઝ લેવાનો બાકી છે.

10માંથી 7 તાલુકામાં પ્રથમ ડોઝમાં 90 ટકાથી વધુ રસીકરણ, સૌથી વધુ સતલાસણામાં 99.7 ટકાજિલ્લામાં 18 વર્ષ ઉપરની વસ્તીમાં સૌથી વધુ સતલાસણા તાલુકામાં 64,321માંથી 64,150 લોકોને પ્રથમ ડોઝ અપાઇ ગયો છે. એટલે કે આ તાલુકામાં 99.7 ટકા લોકોએ પ્રથમ ડોઝ લેતાં હવે આ તાલુકો 100 ટકા રસીકરણની નજીક પહોંચ્યો છે. ત્યાર પછી ઊંઝામાં 95.2 ટકા, જોટાણામાં 94.4 ટકા, ખેરાલુમાં 94.3 ટકા, વડનગરમાં 92.1 ટકા, વિજાપુરમાં 91.1 ટકા અને બહુચરાજી તાલુકામાં 90.2 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે પ્રથમ ડોઝમાં સૌથી ઓછું મહેસાણા તાલુકામાં 76.6 ટકા, કડીમાં 84.5 ટકા અને વિસનગરમાં 87.5 ટકા રસીકરણ થયું છે.

કોરોના ગયો છે એમ માન્યા વગર બીજો ડોઝ લઇ લેવો જરૂરી : મંત્રી
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે દિવાળી પછી વધેલા કોરોનાના કેસ અંગે સાવધાની રાખવા અપીલ કરી છે. વિસનગરમાં ભોળાભાઇ પટેલની પ્રતિમાના અનાવરણ પ્રસંગે હાજર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, કોરોનાના કેસો અંગે અગાઉ 16 જેટલા કેસો આવતા હતા, હાલ 32 થઇ ગયા છે. જેની સામે પ્રથમ ડોઝ 93 ટકા અને એલિજેબલ 83 ટકા રસીકરણ થયું છે. કોરોના ગયો છે એમ માન્યા વગર બીજો ડોઝ લેવાઇ જાય તે જરૂરી છે. જ્યારે બુસ્ટર ડોઝ અંગે તે ઓન ગોઇંગ પ્રોસેસ છે, વૈજ્ઞાનિકો અને વાયરોલોજિસ્ટ દ્વારા પરીક્ષણો થઇ રહ્યા છે અને જરૂર પડ્યે તે દિશામાં પણ કદમ ઉઠાવાશે.

સૌથી વધુ રસીકરણ સતલાસણા તાલુકામાં 99.7%

તાલુકોવસ્તીલક્ષાંકપ્રથમડોઝબીજોડોઝકુલ
બહુચરાજી99656788457108241215112297
જોટાણા6705053312503442287073214
કડી323900267380225894139966365860
ખેરાલુ128909912698608561729147814
મહેસાણા480490400129306343226928533271
સતલાસણા90314643216415045524109674
ઊંઝા17583012594111987185852205723
વડનગર1503431082649970557365157070
વિજાપુર258124193966176716140656317372
વિસનગર260595199994174907117246292153
કુલ...2035211158342113750979393512314448

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...