ઉત્તર ગુજરાતમાં વર્ષ 2021ની તુલનાએ વર્ષ 2022ના સાડા 5 મહિનામાં ઇલેક્ટ્રીક વાહનોની ખરીદીમાં 208%નો ઉછાળો આવ્યો છે. તેની પાછળનું કારણ વર્ષની શરૂઆતમાં જ પેટ્રોલ, ડીઝલ અને સીએનજીનો ભાવવધારો જવાબદાર છે. દોઢ વર્ષમાં રજીસ્ટ્રેશન થયેલા ઇ-વ્હિકલમાં 1378 ટુ-વ્હિલર, 100 થ્રી-વ્હિલર અને 43 ફોર-વ્હિલરનો સમાવેશ થાય છે.
ઉત્તર ગુજરાતના 5 જિલ્લાની આરટીઓ કચેરીના ઇ-વ્હિક્લના રજીસ્ટ્રેશનના આંકડા જોઇએ તો, વર્ષ 2021માં 373 ઇ-વ્હિકલનું રજીસ્ટ્રેશન થયું હતું, તેની સામે 2022ના સાડા 5 મહિનામાં 1148 ઇ-વ્હિકલનું રજીસ્ટ્રેશન થયું છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં છેલ્લા દોઢ વર્ષમાં નોંધાયેલા 1521 પૈકી 755 ઇ-વ્હિકલ મહેસાણામાં રજીસ્ટ્રેશન થયા છે. એટલે કે, કુલ રજીસ્ટ્રેશનના 49.64% સાથે ઇલેક્ટ્રીક વાહન સ્વિકારવામાં મહેસાણા જિલ્લો ઉત્તર ગુજરાતમાં અગ્રેસર છે.
જ્યારે દોઢ વર્ષમાં માત્ર 19 વાહન સ્વીકારનાર અરવલ્લી જિલ્લામાં ઇલેક્ટ્રીક વાહનોને ઓછા પસંદ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, બનાસકાંઠામાં 291, પાટણમાં 270 અને સાબરકાંઠામાં 186 ઇ-વ્હિકલનું રજીસ્ટ્રેશન થયું છે. ઉલ્લેખનિય છે કે, પેટ્રોલ, ડીઝલ બાદ સીએનજીના ભાવમાં પણ વધારો થતાં લોકો ઇ-વ્હીકલ તરફ ધીમે ધીમે વળી રહ્યા છે.
ઉત્તર ગુજરાતમાં કુલ ઇ-વ્હિકલ રજીસ્ટ્રેશન
જિલ્લો | 2021 | 2022 | કુલ |
મહેસાણા | 188 | 567 | 755 |
પાટણ | 29 | 241 | 270 |
બનાસકાંઠા | 81 | 210 | 291 |
સાબરકાંઠા | 70 | 116 | 186 |
અરવલ્લી | 5 | 14 | 19 |
કુલ | 373 | 1148 | 1521 |
વાહનના પ્રકાર પ્રમાણે થયેલું કુલ રજીસ્ટ્રેશન
વાહન | 2021 | 2022 | કુલ |
ટુ-વ્હિલર | 291 | 1087 | 1378 |
થ્રી-વ્હિલર | 59 | 41 | 100 |
ફોર-વ્હિલર | 23 | 20 | 43 |
(નોંધ : 2022ના વાહનના ડેટા 11 જૂન સુધી)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.