રસીકરણ:જિલ્લામાં 20.45% લોકોએ રસીના બંને ડોઝ લીધા

મહેસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં 52.30% લોકોએ પ્રથમ ડોઝ લીધો, જેમાંથી 39.11%એ બીજો પણ લીધો

મહેસાણા જિલ્લામાં 18 વર્ષથી ઉપરની 16.68 લાખની વસ્તી પૈકી 8 ઓગસ્ટ સુધીમાં 8.72 લાખ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઇ ચૂક્યો છે. પ્રથમ ડોઝ પૈકી 3.41 લાખ લોકોએ બીજો ડોઝ પણ લઇ લીધો છે. વેક્સિનેશનનો રેશિયો જોઇએ તો, જિલ્લાના 52.30% લોકોએ પ્રથમ ડોઝ લીધો, જે પૈકી 39.11 ટકાએ બંને બીજો ડોઝ લીધા છે. જિલ્લામાં 20.45% લોકોએ બંને ડોઝ લઇ લીધા છે. વય જૂથમાં 8 ઓગસ્ટની સ્થિતિ જોઇઅે તો, 18 થી 44 વર્ષના 10.47 લાખ પૈકી પ્રથમ ડોઝ 37.45%એ, જ્યારે બીજો ડોઝ 9.69% યુવાનોએ લીધો છે.

45 થી 59 વય જૂથમાં 4.05 લાખ પૈકી પ્રથમ ડોઝનું વેક્સિનેશન 63.71% થઇ ચૂક્યંુ છે. જ્યારે બીજા ડોઝનો રેશિયો 56.36% રહ્યો છે. તેમજ 60 વર્ષથી વધુના વય જૂથમાં 1.86 લાખ પૈકી પ્રથમ ડોઝનું વેક્સિનેશન 99.57% થઇ ચૂક્યુ છે. જ્યારે બીજા ડોઝનો રેશિયો 70.68% રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં સરેરાશ 20.45% વસ્તીને બંને ડોઝ અપાઇ ચૂક્યા છે. વય જૂથ પ્રમાણે બંને ડોઝ પુરા થયાની સ્થિતિ જોઇઅે તો, 18 થી 44 વર્ષના વય જૂથમાં 3.63%, 45 થી 59 વર્ષના વય જૂથમાં 35.90% અને 60 વર્ષથી વધુના વય જૂથમાં 70.38% નો રહ્યો છે.

વય જૂથ પ્રમાણે વેક્સિનેશનની સ્થિતિ
વયજૂથવસ્તી1 ડોઝ2 ડોઝ
હેલ્થ કેરવર્કર144651445211783
ફ્રન્ટલાઇન વર્કર146642194814744
18 થી 44 વર્ષ104756539239238058
45 થી 59 વર્ષ405637258440145657
60 વર્ષથી વધુ186287185486131109
કુલ1668618872718341351
તાલુકા પ્રમાણે વેક્સિનેશનની સ્થિતિ
તાલુકોવસ્તી1-ડોઝ2-ડોઝ
બહુચરાજી817055063910138
જોટાણા54973310866957
કડી26555712301943352
ખેરાલુ1056895510524803
મહેસાણા39394119411093027
સતલાસણા740464168118725
ઊંઝા1441589020836595
વડનગર1232635948817227
વિજાપુર21163012105648394
વિસનગર21365610632642133
કુલ1668618872718341351

​​​​​​​