તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:7 મહિનામાં નવા 200 ઉદ્યોગો શરૂ થયા,નવા 1071 સ્થપાશે

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
1071 નવા ઉદ્યોગો શરૂ થશે, 8775 નવા રોજગાર વધશે, 374 કરોડનું રોકાણ - Divya Bhaskar
1071 નવા ઉદ્યોગો શરૂ થશે, 8775 નવા રોજગાર વધશે, 374 કરોડનું રોકાણ
 • નવા વર્ષે ઉત્સાહના સમાચાર:કોરોના લોકડાઉન બાદ MSMEમાં માઇક્રો, સ્મોલ, મિડિયમ ઔદ્યોગિક યુનિટોમાં કુલ રૂ.374.72 કરોડનું રોકાણ
 • લાભ: 10 સર્વિસ સેક્ટરનો ઉમેરો અને સબસિડી સહિતની નવી ઉદ્યોગનીતિના લાભ, 25 ટકા ઉદ્યોગોમાં ઉત્પાદન શરૂ
 • ઉદ્યોગો: ઓટો, ટેક્ષટાઇલ્સ, એગ્રો, પ્લાસ્ટીક, સેનેટાઇઝર, ફાર્માસ્યુટિકલ, રોડ ઇક્વીપમેન્ટ સહિતનાં એકમો શરૂ થયાં
 • રોકાણ : નવા નોંધાયેલા 1071 ઔદ્યોગિક એકમોમાં માઇક્રો 55 ટકા, સ્મોલ 40 ટકા અને મિડિયમ કક્ષાના 5 ટકા છે

કોરોના મહામારીમાં લોકડાઉન બાદ અપાયેલી છુટછાટ બાદ શરૂઆતમાં ઔદ્યોગિક એકમોમાં શ્રમિકો અને રો-મટિરિયલની મુશ્કેલીઓ પછી જૂના એકમોમાં ઝડપથી પુન: ઉત્પાદન રાબેતા મુજબ થયાં છે. બીજી તરફ મહેસાણા જિલ્લામાં એમએસએમઇમાં નવા 10 સર્વિસ સેક્ટરનો ઉમેરો અને સબસિડી સહિતની સરકારની નવી ઉદાર ઉદ્યોગનીતિનો લાભ લેતાં ઔદ્યોગિક સાહસનો ગ્રોથ ખાસ્સો વધ્યો છે. જેમાં એપ્રિલથી ઓક્ટોબર 7 મહિના દરમિયાન સ્મોલ, મિડિયલ, માઇક્રો પ્રકારનાં રૂ. 2 લાખથી માંડી રૂ.50 કરોડ સુધીનાં મૂડીરોકાણ ધરાવતા નવા 1071 ઔદ્યોગિક એકમો શરૂ કરવા ઉદ્યોગ કેન્દ્ર મારફતે લોન પ્રક્રિયામાં આવ્યા છે. જેમાં માઇક્રો 55 ટકા, સ્મોલ 40 ટકા અને મિડિયમ કક્ષામાં 5 ટકા એકમો નોંધાયા છે. આ પૈકી 25 ટકાથી વધુ ઔદ્યોગિક એકમો તમામ પ્રક્રિયા પૂર્ણ થતાં ઉત્પાદન સાથે રોજગાર જનરેટ કરતાં થયાં છે. જિલ્લામાં નવા એકમો ઓટો, ટેક્ષટાઇલ્સ, એગ્રો, પ્લાસ્ટીક, સેનેટાઇઝર, ફાર્માસ્યુટિકલ, રોડ ઇક્વીપમેન્ટ સહિતનાં સેક્ટરમાં ખુલી રહ્યાં છે.

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશમાં મહેસાણા ટોપ-3માં
નવા ઔદ્યોગિક એકમ શરૂ કરવાની અરજી, આનુસંગિક મંજૂરીની પ્રક્રિયાઓ સાથે એકમને શરૂ કરવા સુધીની કવાયત દર બે મહિને મિટિંગ યોજીને શરૂ કરાય છે. જેમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશમાં મહેસાણા જિલ્લો રાજ્યમાં દર બે-ત્રણ મહિને થતી સમીક્ષામાં ટોપ-થ્રીમાં રહેતો હોય છે.- દિલિપસિંહ ચાવડા,મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર

25 લાખ સુધીનાં માઇક્રો ઉદ્યોગોની 250 લોન ભલામણ
પ્રાઇમ મિનિસ્ટર એમ્પલોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ (પીએમઇજીપી) સ્કીમમાં રૂ.25 લાખ સુધીનાં એકમોમાં કેન્દ્ર સરકારની 35 ટકા સબસિડી મળતી હોઇ આવા માઇક્રો લેવલનાં ઉદ્યોગો લોકડાઉન બાદ વધુ શરૂ થયા છે, જેમાં ઉદ્યોગ કેન્દ્ર દ્વારા 249 એકમોની વિવિધ બેંકમાં લોન સહાયની ભલામણો કરી દેવાઇ છે.

ઉદ્યોગોને વેગ આપવા એક્સપોર્ટ એકમો માટે અલગ વ્યવસ્થા
સરકારના નીતિ-નિયમો મુજબ જિલ્લા સ્તરીય એમએસએમઇ ઉદ્યોગો સંલગ્ન અધિકારીઓની કમિટી મળતી હોય છે અને કામગીરીની સમીક્ષા કરી પ્રશ્નો હલ કરાતાં હોય છે. ઉપરાંત, જિલ્લામાં નવી પહેલ કરતાં કો-ઓર્ડિનેટ કમિટી બનાવાઇ છે, જે ઉદ્યોગકારો અડચણરૂપ પ્રશ્ન આ પ્લેટફોર્મ પર રજૂ કરતાં પ્રાથમિકતાથી હલ કરવા કવાયત કરાય છે. હવે જિલ્લામાં રોડ ઇક્વીપમેન્ટ, ફાર્માસ્યુટિકલ સહિતનાં સેક્ટરની ઉત્પાદન એક્ષ્પોર્ટ કરતી હોય એવી કંપનીઓથી કેટલું એક્ષપોર્ટ થઇ રહ્યું છે અને એક્ષપોર્ટ કરવામાં સર્જાતાં પ્રશ્નોના નિવારણ માટે અલગ કમિટી રચવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો