તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અષાઢી બીજ ફળી:અષાઢી બીજે મહેસાણામાં 200 ફોર વ્હીલર અને 300 ટુવ્હીલર વેચાયાં, 30 થી વધુ મકાનોના સોદા થયા

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓટોમોબાઇલ માર્કેટમાં 40 %, ​રિયલ એસ્ટેટમાં 25 % ખરીદીમાં ગ્રોથ આવ્યો

કોરોનાની બીજી લહેર સમી ગયા પછી અષાઢી બીજના શુભ દિવસે સોમવારે ટુ વ્હીલર અને ફોર વ્હીલર શોરૂમોમાં વાહનની ખરીદીમાં ચમક દેખાઇ હતી. તો રૂ. 30 થી 50 લાખની રેન્જમાં નવા મકાનોની ઇન્કવાયરી પછી આજે ખરીદીના સોદામાં 25 ટકાનો ગ્રોથ આવ્યો હતો. અષાઢી બીજના શુભ મુહૂર્તમાં મહેસાણા શહેરમાં 200 ફોર વ્હીલર અને 300થી વધુ ટુ-વ્હીલરના વેચાણ તેમજ 30થી વધુ નવા મકાનોના સોદા થયા હોવાનું સંબંધિત સૂત્રોએ જણાવ્યું હતું.

શહેરમાં ઓટોમોબાઇલ સેક્ટરમાં 15 શો રૂમમાં કોરોનાના ઘણા લાંબા સમય પછી વાહન ખરીદીમાં રોજ કરતાં પ્રમાણમાં વેચાવલીમાં ચમક આવી હતી. મારૂતિ ડીલર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 150 ગાડીની અષાઢી બીજે ડિલિવરી અપાઇ છે. ઉપરાંત અન્ય કંપનીઓની મળીને 250 જેટલી નવી ગાડીઓનું વેચાણ થયાનું ઓટોમોબાઇલ સેક્ટરના સૂત્રોએ કહ્યું હતું. હાલ મકાનોની રાધનપુર રોડ, પાંચોટ બાયપાસ, નાગલપુર રોડ, વિસનગર લીંક રોડ, ગાંધીનગર લીંક રોડ સહિતના એરિયામાં નાની-મોટી 25 બાંધકામ સાઇટો ચાલુ છે.

રોજ કરતાં સોમવારે મકાન ખરીદીમાં ઇન્કવાયરી વધી હતી. ગત અઠવાડિયે મકાન કન્ફર્મ કર્યા તેના સોદા આજે એડવાન્સ આપીને મકાન ખરીદી થઇ છે. બિલ્ડર સૂત્રોએ કહ્યું કે, શહેરમાં અષાઢી બીજે અંદાજે 30 થી વધુ નવા મકાનની ખરીદી-સોદા થયા છે. રિયલ એસ્ટેટમાં પાછલા દિવસો કરતાં મકાન ખરીદીમાં 25 ટકાનો ગ્રોથ આવ્યો છે. પહેલી લહેર પછી મકાન ખરીદીમાં એકદમ ઉછાળો આવ્યો હતો તેવી પીકઅપ બીજી લહેર પછી હજુ આવી નથી પણ લોનકેસમાં રૂ. 35 થી 50 લાખની રેન્જમાં મકાન ખરીદી વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...