તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવના જોખમે પાણી મેળવતા ગ્રામજનો:મહેસાણાને અડીને આવેલા પાંચોટ ગામના 200 પરિવારો પીવાના પાણી માટે મારી રહ્યા છે વલખા

મહેસાણા3 મહિનો પહેલા
  • વૃદ્ધો બાળકો હાઇવે પાર કરી પાણી લેવા જવા મજબુર બન્યા

મહેસાણા જિલ્લો વિકાસના પંથે રોકેટ ગતિ એ જઇ રહ્યો છે ત્યારે હજુ પણ જિલ્લાના કેટલાક ગામડાઓમાં પ્રાથમિક જરૂરિયાતની અછત દેખાઈ રહી છે ત્યારે મહેસાણાને અડીને આવેલા ગામના લોકો જીવના જોખમે પાણી પોતાના ઘરે લાવી રહ્યા છે. મહેસાણા શહેરને અડીને આવેલું પાંચોટ ગામ આમ તો સુખી સંપન્ન ગામનો દરજ્જો મળી ચુક્યું છે પરંતુ આજ ગામના એક વિસ્તારમાંમાં વસ્તા કેટલાક પરિવારને પીવાનું પાણી ન મળવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. આ પરિવારો મહેસાણા હાઇવે ઓળંગીને સામે આવેલા હવાસીયામાંથી પાણી ભરવા મજબુર બન્યા છે.

મહેસાણા તાલુકામાં આવેલાં અને બહુચરાજી વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ પંચોટ ગામ એક સલ્મ વિસ્તારમાં વસવાટ કરતા શ્રમજીવી પરિવારોને છેલ્લા કેટલાય સમયથી પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ના મળતા હોવાની વિગતો મળી હતી. જેથી ગ્રાઉન્ડ પર જઇને તપાસ કરતા હકીકત જાણવા મળી હતી. પંચોટ ગામમાં છેવાડાના ભાગે પસાર થતા હાઇવેની બાજુમાં રહેતા લગભગ 200 જેટલા પરિવારો પીવાના પાણી માટે વલખા મારતા નજરે પડ્યા હતા.

કેન્દ્ર તેમજ રાજ્ય સરકારમાં જિલ્લાનું મહત્વપૂર્ણ રાજકીય પ્રતિનિધિત્વ હોવા છતાં મહેસાણા તાલુકામાં આવેલા તેમજ બહુચરાજી વિધાનસભામાં મતક્ષેત્રમાં સુખી સમ્પપન્ન ગણાતા પંચોટ ગામમાં એક વિસ્તારમાં લોકોને પીવાનું પાણી ન મળતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. પંચોટ ગામના ભુવનેશ્વર ટેકરા નામના વિસ્તારમાં 200 જેટલા ગરીબ પરિવારો વસવાટ કરે છે. આ વિસ્તારમાં 15 ઘરો દીઠ એક નંળની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જોકે આ વિસ્તાર ઊંચાઈ આવેલો હોવાથી પાણી પ્રેશર સાથે ન આવતા દરરોજ કેટલાય પરિવારો પીવાના પાણીથી વંચિત રહે છે.

રોડ ક્રોશ કરી જીવન જોખમે બાળકો અને વૃધો પણ પાણી લેવા મજબુર

પંચોટ ગામના પાછળના ટેકરા પાસે આવેલ મહેસાણા ચાણસ્મા હાઇવેને અડીને એક પાણીનું હવાસીયું આવેલું છે. જેમાં એક પાઇપમાં પીવાનું પાણી આવતું હોવાથી સ્થાનિક લોકો પીવાનું પાણી લેવા રોડ ક્રોસ કરતા નજરે પડે છે. બાળકો અને મહિલાઓ પણ વહેલી સવારથી પાણી માટે રોડ ક્રોસ કરી પાણીના નળ પાસે સવારથી લાઈનોમાં ઉભા રહેવા મજબુર બન્યા છે.

કોરોના સમયમાં આવી રીતે ટોળે વળવુ એ નુકશાન

કારણ છેહાલમાં જિલ્લામાં કોરોના મહામારીના કેસોમાં ઘટાડો નોંધાયો છે ત્યારે પાણીની અવ્યવસ્થા ઉભી થવાના કારણે લોકો મજબૂરીમાં પાણી લેવા માટે ટોળે વળવા મજબુર બન્યા છે. સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે કે અમારા વિસ્તારમાં પાણી નળમાં વધારો કરવામાં આવે.

જીવના જોખમે પાણી મેળવતા ગ્રામજનો
જીવના જોખમે પાણી મેળવતા ગ્રામજનો

ચૂંટણી સમયે આ વિસ્તારમાં પ્રેશર સાથે પાણી છોડવામાં આવતું

મહેસાણા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી સમયે આ વિસ્તારમાં પ્રેસર સાથે પાણી આપવામાં આવતું અને પૂરતા પ્રમાણમાં આવતું હોવાનું જ્યારે ચૂંટણી પત્યા બાદ સમ્યસ્યા જેવી હતી તેવી હજુ યથાવત હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

ધારાસભ્ય ભરતજી ઠાકોર પણ લઈ ચુક્યા છે મુલાકાત

મહેસાણા જિલ્લામાં એક માત્ર કોંગ્રેસ ધારાસભ્ય ભરતજી ઠાકોરનો આ મત વિસ્તાર હોવાથી આ વિસ્તારની મુલાકાત તેઓએ લીધી હતી. જેમાં તેઓ જણાવ્યું હતું કે સ્થાનિકોને પીવાનું પાણી મળે એ માટે તાલુકા પંચાયતમાં માંગણી કરવામાં આવી હતી. જેમાં 6 લાખ ના ખર્ચે પાણીની નવી પાઇપ લાઈન નાખવા માટે ગ્રાન્ટ ફાળવવા કાર્યવાહી કરી છે. આ વિસ્તાર રાજકીય કિન્નખોરીનો ભોગ બનતા લાંબા સમયથી પૂરતા પ્રમાણમાં પીવાના પાણીથી વંચીત રહ્યા હોવાની ચર્ચાએ જોર પડકયું છે.

નાની બાળકી જીવ ના જોખમે લાવી રહી છે પાણી
નાની બાળકી જીવ ના જોખમે લાવી રહી છે પાણી

દિવસમાં માત્ર 1 કલાક જ પીવાનું પાણી આવે છેસ્થાનિક ઠાકોર લાલાભાઈએ જણાવ્યું હતું કે અમે જ્યારથી ટેકરા પર સ્થાઈ થયા છીએ ત્યારથી પાણીની સમસ્યા સર્જાય રહી છે. લોકો પાણી લેવા રોડ ક્રોસ કરી જીવ જોખમમાં મૂકી પાણી ભરીયે છીએ. ઘણી વાર રજુઆત કરી પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી અને 200 પરિવાર વચ્ચે માત્ર 5 ચકલીઓના સ્ટેન્ડ છે જેમાં દિવસમાં માત્ર 1 કલાક જ પીવાનું પાણી આવે છે જેમાં ઘણા લોકો પાણી વિના રહી જાય છે અમારી એકજ માંગ છે કે પાણીની યોગ્ય વ્યવસ્થા થઈ રહે.

અન્ય સમાચારો પણ છે...