તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ ત્રાટકી:મહેસાણા, કડી, બહુચરાજી પંથકમાં 6 સ્થળે જુગારની રેડમાં 20 પકડાયા

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શ્રાવણિયા જુગાર પર પોલીસ ત્રાટકી, 26430ની મત્તા જપ્ત
  • મહેસાણા, ચડાસણા, ડાંગરવા, કનોડા, રણેલા અને ગાંભુમાં રેડ

મહેસાણા, ચડાસણા, ડાંગરવા, કનોડા, રણેલા અને ગાંભુ ગામે શ્રાવણિયા જુગાર રમતાં 20 શખ્સોને કુલ રૂ.26,430ના મુદ્દામાલ સાથે પકડી કાર્યવાહી કરાઇ હતી. મહેસાણા બી ડિવિઝન પોલીસે નાગલપુરમાં જોગણી માતા મંદિર પાસે જુગાર રમતા સુણસરના વિસુજી પુંજાજી ઝાલા, નાગલપુરના બીપીન વીરાભાઇ ચાવડા, નરેન્દ્રસિંહ બાબુભા ઝાલા, મુકેશ કાળાભાઇ ચાવડા અને કનોડાના અશ્વિન ગલાભાઇ રાવળને રૂ.6130 રોકડ સાથે પકડી લીધા હતા.

નંદાસણ પોલીસે કડીના ચડાસણામાં કાળીના તળાવની જગ્યામાંથી કલ્પેશજી સુરસંગજી ઠાકોર, રાજુજી લાલાજી ઠાકોર અને ચેહરાજી મંગાજી ઠાકોરને રૂ. 5240 રોકડ સાથે જુગાર રમતાં પકડી લીધા હતા. ડાંગરવામાં અંબાજી માતાના મંદિર પાછળથી ધરમસિંહ ઉર્ફે ધમો વિષ્ણુભાઇ દંતાણી અને રોહિત પ્રતાપભાઇ દંતાણીને રૂ.1700 રોકડ સાથે પકડ્યા હતા.

મોઢેરા પોલીસે કનોડામાં નદીમાં જુગાર રમતા વિષ્ણુજી કાન્તીજી ઠાકોર, ગોપાલજી જીવણજી ઠાકોર, ભોગીલાલ મગનભાઇ વાલ્મિકી અને આશિષજી ઉદાજી ઠાકોરને રૂ.860ની રોડક સાથે તેમજ રણેલા ગામે ઠાકોરવાસમાં જુગાર રમતા હર્ષદ ગજેન્દ્રભાઇ પરમાર, સુરેશ ઉદયસિંહ ઝાલા, સાહર નાથાભાઇ રબારી અને નવઘણજી કાન્તીજી ઠાકોરને રૂ.1990ની રોકડ સાથે પકડ્યા હતા. ગાંભુ પંચાયત પાસે તળાવની પાળ પર જુગાર રમતાં ગામના વિપુલ મુલચંદભાઇ પટેલ, પરબતજી દીવાનજી ઠાકોર અને કિરણજી વિરાજી ઠાકોરને 2 મોબાઇલ અને રોકડ મળી રૂ.10,510ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...