તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેહદાન:મહેસાણા સ્નેહકુટિર વૃદ્ધાશ્રમના 20 વડીલોએ કર્યો દેહદાનનો સંકલ્પ, આ મૃત્યુ પછીનું શ્રેષ્ઠદાન

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સેવા-સ્મરણ કરતાં છુટે મારા પ્રાણ... - Divya Bhaskar
સેવા-સ્મરણ કરતાં છુટે મારા પ્રાણ...
  • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે દેહદાન સંકલ્પદાતાનું બહુમાન કરાયું
  • તબીબી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને રોગ સંશોધન માટે દેહદાન આશીર્વાદરૂપ થશે

મહેસાણા નાગલપુર સ્થિત સ્નેહકુટિર વૃદ્ધાશ્રમમાં રહેતાં 20 જેટલા વડીલો દ્વારા મહેસાણા જેસીઝ ચેરિટેબલ ટ્રસ્ટને દેહદાનનો સંકલ્પ કરી માનવસેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. તમામ વડીલોનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે સાલ ઓઢાડીને બહુમાન કર્યું હતું.

નાયબ મુખ્યમંત્રીએ દેહદાનના પરમાર્થના આ કાર્યમાં પ્રવૃત્ત સૌ સંવેદનશીલ વ્યક્તિઓની સેવાપ્રવૃત્તિને બિરદાવતાં ઉમેર્યું કે, દેહદાન માનવીના અવસાન બાદનું શ્રેષ્ઠદાન માનવામાં આવ્યું છે. તબીબી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ તેમજ રોગના શોધ-સંશોધન માટે દેહદાન આશીર્વાદરૂપ છે. સંવેદના, કરુણા, માનવતા અને સેવાભાવનાની પ્રવૃત્તિની આ ઉત્કૃષ્ટ કામગીરી અનેક લોકોને નવી ગરિમા બક્ષશે.

દેહદાનના આ અનોખા દાનમાં વડીલોએ પહેલ કરી છે તે સરાહનીય છે. મેડિકલ ક્ષેત્રે સંશોધનો અને આરોગ્યલક્ષી વિશિષ્ટ પ્રવૃત્તિને વિકસાવવામાં અમૂલ્ય ફાળો દેહદાનનો છે. 20 વડીલોનો દેહદાનનો સંકલ્પ અન્ય લોકો માટે પ્રેરણારૂપ બનશે. સ્નેહકુટીરમાં નીતિનભાઇના હસ્તે પંખીઘરનું ખાતમુહૂર્ત તેમજ વૃક્ષારોપણ કરાયું હતું. આ પ્રસંગે સાંસદ શારદાબેન પટેલ, જિ. ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલ, સ્નેહકુટીર સંસ્થાના ડો. પી.આર.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...