તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુદ્દામાલ જપ્ત:રિક્ષામાં ગેસના બાટલા વેચવા જતાં પકડાયેલા 2 ચોરોએ 5 ચોરી કબૂલી

મહેસાણા16 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • રિક્ષા, બાટલા, ફર્મા સહિત રૂ.1.07 લાખનો મુદ્દામાલ જપ્ત

મહેસાણા એસઓજી પોલીસે મંડાલી ચોકડી નજીકથી રિક્ષામાં ચોરીનો માલ વેચવા જતાં મંડાલીના બે શખ્સોને ગેસના બાટલા અને લોખંડના ફર્મા સહિત રૂ.32 હજારના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. આ શખ્સોએ લાંઘણજ વિસ્તારની 5 ચોરીઓ કબૂલી હતી.

મહેસાણા એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે મંડાલી ગામ તરફથી બે શખ્સો રિક્ષામાં ચોરીનો માલ અમદાવાદ વેચવા જવાના હોવાની બાતમી આધારે મંડાલી ચોકડી નજીક વોચ ગોઠવી હતી. આ સમયે રિક્ષા લઇને નીકળેલા મંડાલી ચરાવાસના ફકીર સાજીદશા ઈકબાલશા અને પઠાણવાસના પઠાણ મહંમદખાન સાબીરખાનને રિક્ષા (જીજે 18 એવી 6191)માં ભરેલા ગેસના બાટલા અને લોખંડના ફર્મા અંગે પુરાવા માગતા આપી શક્યા ન હતા. બંનેની ઉલટ પૂછપરછ કરતાં તેમણે લાંઘણજ પોલીસ સ્ટેશનની હદની 5 ચોરીઓની કબૂલાત કરી હતી. આથી પોલીસે રૂ.30 હજારના ગેસના 6 બાટલા, રૂ.2200ના 11 ફર્મા અને 75 હજારની રિક્ષા મળી કુલ રૂ.1,07,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો