લમ્પી વાયરસ:બુટ્ટાપાલડી અને ચિત્રોડીપુરામાં લમ્પી વાયરસના 2 શંકાસ્પદ કેસ

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશુપાલન વિભાગે સેમ્પલ લઇ પરીક્ષણ માટે મોકલ્યા
  • જિલ્લામાં 3.23 લાખ પૈકી 13 હજાર ગાયનું રસીકરણ કરાયું

મહેસાણા જિલ્લામાં સોમવારે 2 પશુઓમાં લમ્પી વાયસરના લક્ષણો દેખાતાં પશુપાલન વિભાગ દ્વારા સેમ્પલ લેવાયા હતા. બીજી બાજુ દૂધસાગર ડેરી દ્વારા રસીકરણ અભિયાનમાં 13 હજાર ગાયને લમ્પી વાયરસનો એન્ટી ડોઝ આપી દેવાયો છે. જિલ્લા પશુપાલન અધિકારી ડો.વી.એન. મકવાણાએ જણાવ્યું કે, મહેસાણા તાલુકાના બુટ્ટાપાલડી અને ચિત્રોડીપુરામાં 1-1 ગાયને તાવ આવવાની ફરિયાદ સામે આવતાં શંકાસ્પદ લમ્પી વાયરસના સેમ્પલ લેવાયા છે.

આ બંને સેમ્પલનો રિપોર્ટ મંગળવારે આવ્યા બાદ લમ્પી વાયરસ છે કે કેમ તેનો ખ્યાલ આવી શકશે. બીજી બાજુ, દૂધસાગર ડેરી દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. જેમાં અત્યાર સુધીમાં 13 હજાર ગાયોને લમ્પી વાયરસનો એન્ટી ડોઝ અપાઇ ચૂક્યો છે.

લમ્પી વાયરસનું ઉત્તર ગુજરાતનું ચિત્ર

જિલ્લોઅસરગ્રસ્તપશુમોત
મહેસાણા20
પાટણ900
બનાસકાંઠા252551
સાબરકાંઠા00
અરવલ્લી180
કુલ263551
અન્ય સમાચારો પણ છે...