વિવાદ:નદાસામાં બાઇક ઓવરટેક કરવા મામલે જૂથ અથડામણમાં 2 ગંભીર

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઝપાઝપીમાં શખ્સે માથામાં છરી મારતાં કપાળના ભાગે ઇજા થઇ
  • સાંથલ પોલીસ સ્ટેશનમાં કુલ 9 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

જોટાણા તાલુકાના નદાસા ગામે ઠાકોર અને દરબારના બે જૂથ વચ્ચે બાઇક ઓવરટેક કરવા મામલે બોલાચાલીમાં સામસામે સર્જાયેલ મારામારીમાં બે ઘાયલ થયા હતા અને આ બનાવને લઇને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. મારામારીના આ બનાવામાં સામસામે કુલ 9 શખ્સો સામે સાંથલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી.

હેતુજી અગરાજી ઠાકોર તેમના કુંટુબી ભાઇ ભોપાજીને બાઇક ઉપર સુવાળા ઉતારીને શુક્રવારે રાત્રે નંદાસા પરત ફરી રહ્યા હતા.ત્યારે ગોકળપુરામાં ડબલસવારી બાઇકને ઓવરટેક કરીને આગળ જતાં નદાસા નજીક આવેલા શખ્સોએ તું દરબાર છે તેમ પૂછેલ તો કહેલ કે ઠાકોર છે તો કેમ બાઇક પર ચૌહાણ લખાવેલ છે,હેતુજીએ બાઇક મારું છે જે લખવુ હોય તે લખુ તેમ કહેતા શખ્સોએ ઝપાઝપી કરી હતી જે પૈકી એક શખ્સે છરી મારતાં હેતુજીને કપાળના ભાગે ઇજા થઇ હતી.

આ બનાવ અંગે હેતુજી ઠાકોરે સાંથલ પોલીસમાં 4 સામે ફરિયાદ નોંધાવી હતી.સામાપક્ષે વિરેન્દ્રસિંહ નિતુભા ઝાલાએ નોંધાવેલ ફરિયાદ મુજબ, તેઓ બાઇક લઇને ઘરે જતા હતા ત્યારે ઓવરટેક કરીને નીકળતા બાઇકચાલકને બાઇક ધીમુ ચલાવવા અંગે કહેલા શખ્સોએ મારામારી કરી હતી.જેમાં ધોકા અને ગડદાપાટુથી મારતા વિરેન્દ્રસિંહ સાંથલ પોલીસમાં 5 સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...