તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી:મહેસાણા તાલુકા પંચાયતમાં 2 સરપંચ ચૂંટાયાં : તાવડિયાનાં સરપંચ ગઢાથી,ગમાનપુરાના સરપંચ બલોલ બેઠકથી જીત્યાં

મહેસાણા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પંચાયત 32માંથી 20 સીટ પર હાર-જીતમાં 1000થી ઓછી સરસાઇ

મહેસાણા તાલુકા પંચાયતની 32 પૈકી 20 સીટના હરીફ ઉમેદવારોની હાર-જીતમાં 1000 મત કરતાં ઓછું અંતર છે. એમાંયે બાલિયાસણ બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર કેશરબેન ઠાકોરનો હરીફ ભાજપનાં સોનલબેન ઠાકોર સામે માત્ર 17 મતની લીડથી વિજય થયો છે. જ્યારે પાંચોટ બેઠક પર ભાજપનાં ઉમેદવાર પુનમબેન પટેલે કોંગ્રેસનાં ઉમેદવાર કમુબેન પટેલ કરતાં 2312 વધુ મત મેળવી સૌથી વધુ લીડથી તાલુકા પંચાયતમાં વિજય મેળવ્યો છે. મહેસાણા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 23 અને કોંગ્રેસે 9 બેઠક પર જીત મેળવી છે. જેમાં ગઢા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને તાવડિયા ગામનાં સરપંચ મિનલબેન દિનેશભાઇ પ્રભાકર અને બલોલ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને ગમાનપુરા ગામના સરપંચ રમેશભાઇ કુબેરભાઇ મકવાણાએ જીત મેળવી છે. આ બંને સરપંચો ગામથી હવે તાલુકા પંચાયત શાસનમાં પહોંચ્યા છે. તાલુકા પંચાયતની કેટલીક સીટોમાં મતોની સરસાઇમાં ભાજપ કે કોંગ્રેસની હરીફમાં અપક્ષ અને આમ આદમી પાર્ટી રહ્યા છે.

ગોરાદ, ગોઝારિયા-2, કુકસ, લાખવડ અને વડસ્મા બેઠક અપક્ષો, આપના ઉમેદવાર મત ખેંચી ગયા
ગોરાદ બેઠક પર સૌથી વધુ 2411 મત મેળવતા ભાજપના અશ્વિન ઠાકોરની જીત થઇ છે. આ બેઠકમાં કોંગ્રેસ, આમઆદમી પાર્ટી અને અપક્ષ એમ ચાર ઉમેદવારો પૈકી મતોમાં વિજેતા ભાજપ સામે હરીફમાં અપક્ષ ઉમેદવાર બળદેવજી ઠાકોરને 1422 મત મળ્યા છે. ગોઝારિયા-2 બેઠક પર કોંગ્રેસના ગાંડાજી ઠાકોર સૌથી વધુ 2029 મત મેળવી વિજેતા થયા છે. આ બેઠકમાં ભાજપ કરતાં અપક્ષ ઉમેદવારને વધુ મત મળ્યા છે. અપક્ષના સંજય પટેલને 1956 મત મળતાં મતોમાં બીજા ક્રમે રહ્યા છે.

કુકસ બેઠકમાં સૌથી વધુ 2891 મત સાથે કિરણ ચૌધરી વિજેતા થયા છે. ત્યારપછી આમ આદમી પાર્ટીના રમેશ ચૌધરીને 1366 મત મળ્યા છે. લાખવડ બેઠકમાં ભાજપના દિલીપ પ્રજાપતિ સૌથી વધુ 1666 મત સાથે વિજેતા થયા હતા. આ બેઠકમાં બીજા નંબરે અપક્ષના રમેશજી ઠાકોરને 1628 મત મળ્યા છે. વડસ્મા બેઠકમાં ભાજપના દિલીપજી ચાવડા સૌથી વધુ 2546 મત મેળવી વિજય થયા છે. અહીં બીજા ક્રમે અપક્ષ ઉમેદવાર ચંદુભાઇ પટેલે 1430 મત મેળવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...